Disable Copy Paste

મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2018

કોઈ રે બતાવો અમને જોગીડો



કોઈ રે બતાવો અમને જોગીડો,જોગી મારી કાયાનો ઘડનાર,
જોગી હશે તોજ અમે જીવીશું, નહીંતર તજુ મારા પ્રાણ..

ચોપાઠ ઢાળી રે સખી મેતો શુનમાં,ખેલું હુતો મારા પિયુ સંગાથ,
એવી હું હારુ તો પીયૂજીની દાસી,અને પિયુ જીતે તો રહેશે મારી પાસ. 
કોઈ બતાવો અમને......

એવી હુરે હરણી પિયુ મારા પારધી,માર્યા મને શબદ કેરા બાણ,
એવા બાણ જેને લાગ્યા હશે,સોહી નર જાણશે અવર શુ જાણે અજાણ.
કોઈ બતાવો અમને......

એવી હુરે પ્યાસી પિયુના નામની,જપુ હુતો પિયુ પિયુ જાપ,
મચંદર પ્રતાપે ગોરખ બોલ્યા જોગી મારા તન મન નો આધાર.
કોઈ બતાવો અમને......

-----------------------------------------------------
ભાવાર્થ
====

કોઈ રે બતાવો અમને જોગીડો,જોગી મારી કાયાનો ઘડનાર,જોગી હશે તોજ અમે જીવીશું, નહીંતર તજુ મારા પ્રાણ..


ભાવાર્થ:-  લગભગ ગોરખ નાથ બાપાને સહુ જાણતાજ હશે એમની સિદ્ધિઓ જગત થી અજાણી નથી એમની ગુરુ ભક્તિ પણ નિઃસ્વાર્થ અને જીવનમાં ઉતારવા જેવી છે.
આ વાણીમાં કેવું કહેવા માંગે છે જોવો ને, ગોરખ નાથ પોતે નવનાથ માયલા નાથ અને એને કોની સાથે આવો પ્રેમ થયો એ વિચારવા જેવું છે. એમના શબ્દોમાં પ્રેમ અને સમર્પણ દાસી પણું જોવા મળે છે તો આવા મહાન અને સ્વયમ એક સાક્ષાત પરમેશ્વર સમાન હતા છતાં. કહે છે કોય જોગી બતાવો મારી કાયા નો ઘડનાર, જે જોગી મળશે તોજ જીવશું નહીંતર તજું મારા પ્રાણ. તો ગોરખ નાથ પોતે મહાન હતા છતા તેવો તેમના ગુરુદેવ સામે સમર્પિત હતા. આ કાયાનો ઘડનારો કોણ છે. તે પ્રશ્ન છે. તો કાયાનો નો ઘડનારો કાયામાંજ વસે છે. જેમ દેહ રૂપી કાયા આપણા માતા પિતા ના આશીર્વાદ થી બની પણ આપણા માતા પિતાના ઘટમાં ઈશ્વર તો પહેલેથીજ હતો અને એજ સ્વર થી માબાપને પ્રેણના મળી અને મનુષ્ય ની ઉત્પત્તિ થઈ આને આ પાંચ તત્વ નો દેહ બન્યો પણ આતો સમય જતા દેહ ને છોડવો પડે પણ આ દેહમા એક હુક્ષમ દેહ પણ છે. તે મન બુધ્ધિ ચિત અને અહંકાર થી બનેલું છે. તે દેહ સ્થૂળ દેહમાંથી બારે ભટક્યા કરે છે પણ જો સાચા સતગુરુદેવ મળે તો આ શુક્ષમ દેહને પણ ભટકારો મટાડે છે. અને ભવબંધન થી છોડાવે છે.
===============================

ચોપાઠ ઢાળી રે સખી મેતો શુનમાં,ખેલું હુતો મારા પિયુ સંગાથ,
એવી હું હારુ તો પીયૂજીની દાસી,અને પિયુ જીતે તો રહેશે મારી પાસ.
કોઈ બતાવો અમને......


ભાવાર્થ:- ચોપાઠ એક પ્રકારની રમત છે જેમાં હાર અને જીત થાય છે. પણ અહીંયા ચોપાઠ ઢાળી શુનમાં એમ કહે છે તો જ્યાં ત્રિવેણી ઘાટ છે ત્યાં રૂપ શબ્દ નો વાસ છે. અને એ શબ્દ જે છે એજ મારા પિયુ છે. અને એની સાથે હું સુરતા થી ખેલ ખેલું સુ કે મન આપણી સુરતાને એકાગ્રતા લેવા દેતું નથી એટલે આપણે પિયુ જીથી હારી જાયી શી. તો પણ હુતો ઘડી ઘડી મારા મનને સુરતા રાખી ને નામ જપાવું ચુ. પણ મન ને ગમતું નથી માટે હારીજાય એટલે પિયુના દાસી, પણ પિયુ કોય દિવસ હારતા નથી કારણ એતો સ્વયમ શબ્દ છે જેને મન માર્યું અને તન માર્યું અને દેહનું ભાન રહેતું નથી પછી ફક્ત સુરતા રૂપી નારી રહે છે. જેને પિયુ સિવાય બીજું ગમતું નથી.
=================================

એવી હુરે હરણી પિયુ મારા પારધી,માર્યા મને શબદ કેરા બાણ,
એવા બાણ જેને લાગ્યા હશે,સોહી નર જાણશે અવર શુ જાણે અજાણ.
કોઈ બતાવો અમને......


ભાવાર્થ:-જયારે પારધી જંગલમાં હરણનો શિકાર કરે છે ત્યારે એક પ્રકારનો નાદ કરેછે પછી હરણ એના નાદ તરફ ગાંડું ઘેલું બનીને એની તરફ આકર્ષિત થાયછે. અને નાદ માં એટલું લિન થઇજાય કે પોતાની સામે મોત હોવા છતાં એને મોતનો ભય લાગતો નથી કારણ એની એકાગ્રતા તો નાદ મા સમાણી છે. તો દેહનું ભાન ભૂલીને ફક્ત સુરતા થઇ ગઈ એટલે પારધી પછી તેના પ્રાણ હરિ લે છે. તેમજ ઈશ્વર આપણી સુરતાને હરણી બન્યા પછી આપણી સુરતાને એમના રૂપ માં સમાવી દે છે માટે શબ્દના બાણ મારે છે. પણ આ બાણ જેને લાગ્યા હશે તેને આની ગતા ગમ પડશે અને જેને આની ખબરજ નથી તેને આ વેદના કેમ અનુભવ થાય.
================================

એવી હુરે પ્યાસી પિયુના નામની,જપુ હુતો પિયુ પિયુ જાપ,
મચંદર પ્રતાપે ગોરખ બોલ્યા જોગી મારા તન મન નો આધાર.
કોઈ બતાવો અમને......


ભાવાર્થ:- હુરે પ્યાસી પિયુના નામની આ બ્રહ્માંડમાં એક નિરબંધ અને અખંડ નાદ થઈ રહ્યો છે. જે ને મનુષ્ય દેહે જ જાણી શકાય અન્ય દેહમા આ જીવડો એનો અનુભવ નો કરીશકે કારણ મનુષ્યને પૂર્ણ સાધન સાંભળવા અને એ અનુભવવા માણવા આ દેહ સાધન મળ્યું. તો અહીંયા જોગી જે છે તે શબ્દ છે શબ્દથીજ ઉત્પત્તિ થઇ છે. અને શબ્દજ વિસર્જન કરે છે. તો સત્ય શબ્દ છે સત્ય નામ છે દેહનું નહીં પણ આતમ નું કહો નિજનું કહો કે સ્વયંનું નામ એજ સત્ય નામ છે. દેહનું નામ નાશવંત છે પણ નિજ નામ અવિનાશી છે. અખંડ છે અલખ અલક્ષ નામ ને લક્ષમાં આપણા સતગુરુ અપાવે છે. અને પ્રતાપે ગોરખ બોલ્યા જે શબ્દ છે જોગી એજ આપણા તન મન નો આધાર છે. આજ સત્ય જાણવા નું સંતો કહે છે કે આપણા આ તન મન નો આધાર શુ છે. સતગુરુ દેવની જય...
🙏🌹જય ગોરખ નાથ🌹🙏
🙏🌹જય જીવણ બાપા🌹🙏
🙏🌹જય ગુરુદેવ🌹🙏

🙏પ્રણામ સ્વીકારજો🙏
હસમુખ બાબરીયા🌹🙏