વીજળી ને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ
નહીંતર અચાનક અંધારા થાશે જી
જોત રે જોતા માં દિવસો વહી જશે પાનબાઈ
એકવીશ હજાર છસો ને કાળ ખાશે-વીજળીને.
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ
અધૂરિયા નેનો કે'વાય જી
ગુપત રસ નો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી.વીજળી ને ચમકારે............
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ
જાણી લીયો જીવ કેરી જાત જી
સજાતિ - વિજાતિ ની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી.વીજળી ને ચમકારે...........
પિંડ રે બ્રમાંડ થી પર છે ગુરુ પાનબાઈ,
તેનો રે દેખાડું તમને દેશ જી
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી.વીજળી ને ચમકારે.............
--------------------------------------------------------------------------------------------------------------------------
ભાવાર્થ:-✍ ગંગા સતી પાનબાઈને બધીજ ઉપદેશ વાણી કહી છે. એનું કારણ એમ ઇતિહાસ કહેછેકે જ્યારે ગંગા સતીના પતિ કહળસિંહ એમણે સમાધિ લીધી તો સાથે ગંગા સતીને પણ સમાધિ લેવાની હતી પણ કહળસિંહ નો આદેશ હતો ગંગા સતીને કે તમે હમણાં મારી સાથે સમાધિ નો લ્યો. તો ગંગા સતી બોલ્યા કેમ સુ કારણ મને તમે તમારા સંગે સમાધિ લેવાનું ના કેમ કહો છો ? તો કહ્યું કે પાનબાઈએ આપણી ઘણીજ નિસ્વાર્થ સેવા કરીને તમને અને મને રૂણી બનાવ્યા છે. તો પાનબાઈની સેવાનું ઋણ અને ફળ તો આપણને દેવું પડે નો દઈએ તો આપણે માથે એમની સેવા નું રુણ બાકી રહી જાશે તો તમે પાનબાઈને ઈશ્વર ની ઓળખાણ કરાવો અને એમને પણ સતધર્મ અને મનુષ્ય અવતારનું મહત્વ સમજવો અને ઉપદેશ આપી પછી તમે સમાધિ લ્યો. એવી મારી તમને ભલામણ છે. પછી સમય વ્યર્થ જવાદીધા વગર ગંગા સતી પાનબાઈને સતઉપદેશ કરવાનું પ્રારંભ કર્યું એમાંનું આ પદ ગંગા સતી પાનબાઈને સમજાવે છે કે વીજળી ના ચમકારે કેતા જેમ ક્ષણ ભર વીજળી થઈ અને એજ ક્ષણમા પાછી વીજળી સમાય ગઈ એમજ મનુષ્ય દેહ છે તેપણ વીજળીના ચમકાર જેવો છે. જે ખબર નથી કે આ કાયા દેહમા આપણું મૃત્યુ પાછું કઈ પળમાં થાઈ એનું કાઈ નક્કી નઈ. તો મોતી એટલે આપણું મન આપણું મન(મોતી) સુરતા થી શબ્દ ના ધાગા મા પોરવવાનું છે. અને જો મન ને સુરતા રાખીને શબ્દ ધગો લઈ સત્ય ની સોય હોય. તો મોતીડાં આપણા શ્વાસ ઉસવાસ ની સાથે મન રાખવું તો મોતીડાં પોરવાય. નહીંતર અચાનક ક્યારે તેડું આવી જાય અને આપણા પ્રાણ હરણ થઈ જાય એના કરતા જે પળ બચી છે તે પળ નો સદ્ઉપયોગ કારીલેવો.

ભાવર્થ:- ✍સાચી વાત અસંખ્ય જન્મોથી આપણું મન હજુ સ્થિર થયું નથી માટેજ એને ચંચળ મન કહેવામાં આવે છે. મનને વિષયોનું ભાન છે તેને વિષયમાં તરબોળ રહેવાનું પસંદ પડેછે અને મનખો દેહ ભાન ભૂલી મૃત્યુ તરફ આગળ વધે છે અને આપણી પળ જે મોતી પોરવવાની હતી તે જોત જોતામાં વઈજાય છે. અને આપણે ચોવીસ કલાકમાં ૨૧૬૦૦. શ્વાસ ઉસવાની ક્રિયા કરીયે છે તેનેજ પળ કહેવામાં આવે છે તો અમૂલ્ય શ્વાસ આપણે કારણ વગર ગુમાવી દઈએ છે આજ સ્વાસ મનુષ્યને પરમતત્વનું ભાન કરાવે છે તો એને વિષયોમાં ભૂલીને બરબાદ કરી નાખીએ છે. જ્યાં ઉપયોગમાં લેવાના હતા ત્યાં નો લીધા અને ખોયનાખ્યા પછી તો કાળના રૂપમાં યમરાજ આવે.
--------------------–------------------------------------------------------------------------------------------------
ભાવાર્થ:-✍ જાણ્યા જેવું અજાણ એજ સમજવા ચોર્યાસી ફરીને મનખો અવતાર મળ્યો. આ અવતારમાં મનુષ્ય ને સર્વસ્વ અને પૂર્ણ દેહે અને જ્ઞાને કેળવવા ની શક્તિ થી જન્મ મળે છે જેમ દસે ઇન્દ્રિયો કર્મઇન્દ્રી જ્ઞાનઇન્દ્રી થી મનુષ્ય પૂર્ણ બને છે. જેથી તે સર્વ અનુભવ જ્ઞાન જાણી શકે છે અને બીજાને પણ જે જાણ્યું તે સમજાવી શકે છે. જાણ્યાંજેવું જે છે તે પરમતત્વ છે. જે બ્રહ્માંડમાં અનંત કાળથી પ્રગટ છે તેજ જાણવા જેવું છે અને મનુષ્ય જન્મ જે મળ્યોછે તે આ જાણવાજ પ્રાપ્ત થાઈ છે. પણ અભાગી જીવડો વિષયોમાં એ સત્ય ને જાણી શકતો નથી અને આવેલો અવસર જતો રહે છે. ગુપ્ત છે પણ પ્રગટ પણ છે. આને ખુબજ સૂક્ષ્મતાથી સમજી શકાય. આંટી જે છે તે અહમભાવ છે તેને આંટી કેવાય જો આ ભાવ સુટી જાય તો અટપટી વાત ઝટપટ સમજાય પણ હાથી રૂપ અહમને મારવો પડે.
-------------------------------------------------------------------------------------------------------------------------
ભાવાર્થ:-✍ માન અહમભાવ મુકવો અભિમાન ત્યાગ કરવો ગુરુ શબ્દ નો ભેદ સમજવો ગુરુ એટલે વિશાળ અને શિષ્ય એટલે લઘુ અને લઘુતા ક્યારે આવે જ્યારે હાથીને મારવામાં આવે હાથી આપણો અહમ તેને મારવાનો અને પછી જો મેદાનમાં જાઇ તો સમજાય જીવ ખરા અર્થમાં એજ શિવ છે પણ સમજણ વગરનો અજ્ઞાન અવસ્થામાં પોતે શિવથી જુદો નથી તે ભૂલી જાયછે અને સજાતી એટલે સ્વયમ નું મૂળ રૂપ તો આપણું મૂળ રૂપ હંસ નું છે. જે આ કાયા શહેરમાં માનસરોવર નુ અમૃત પીવા આવ્યો છે. જે પીને અમર થવાય.
વિજાતી એટલે બીજ થી વૃક્ષ જેમ જુદું નથી તેમજ પરમ તત્વ અને આતમ તત્વ બંને એકજ છે બીબા ઉપર બીજી ભાત પડવી એટલે કે દેહે તો અનેક નામ ધારણ કર્યા પણ પોતાનું નિજ નામ શુ છે. તે જાણવું નિજ નામ એજ સત્યનામ આના આજ દેહે હસમુખ નામ હતું તો પૂર્ણ દેહનું નામ હસમુખ છે પણ દેહતો નાશવંત છે જેનો ગર્વ નો કરાય તો કોનો ગર્વ કરવો માયલા મા જે બેઠો છે તેનો ગર્વ કરવો અને આદેહે તેને જોય લેવો આ શરીર શિવાય કોય બીજું સાધન નથી કે તમે પોતાની અંદર બેસેલા પરમેશ્વરનું સ્વરૂપ જોય શકો. તો જ્યાં આવા જોગીના આસન હોય ન્યા હું કેમ રહે. તો આપા પણું ગયું ને નિજનું ભાન થયું. એટલે બીબે બીજી ભાત પડી.
------------------------------------------------------------------------------------------------------------------------
ભાવાર્થ:-✍ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જે બ્રહ્માંડે છે એજ પિંડમા છે પિંડ એટલે આપણું શરીર. તો આપણું શરીર એપણ બ્રહ્માંડજ છે. એટલે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુજી છે. કેમ જો બ્રહ્માંડનો નાશ સંભવ છે પણ અવિનાશી કોણ તો અવિનાશી આપણા સદગુરુ દેવ છે. કેમ જેને દેહ ભાવ મટીજાય એટલે પછી કોણ હોય. કબીર સાહેબ કહેછે કે
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ
નહીંતર અચાનક અંધારા થાશે જી
જોત રે જોતા માં દિવસો વહી જશે પાનબાઈ
એકવીશ હજાર છસો ને કાળ ખાશે-વીજળીને.
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ
અધૂરિયા નેનો કે'વાય જી
ગુપત રસ નો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી.વીજળી ને ચમકારે............
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ
જાણી લીયો જીવ કેરી જાત જી
સજાતિ - વિજાતિ ની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી.વીજળી ને ચમકારે...........
પિંડ રે બ્રમાંડ થી પર છે ગુરુ પાનબાઈ,
તેનો રે દેખાડું તમને દેશ જી
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી.વીજળી ને ચમકારે.............
--------------------------------------------------------------------------------------------------------------------------
ભાવાર્થ.
●●●●
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ
નહીંતર અચાનક અંધારા થાશે જી●
ભાવાર્થ:-✍ ગંગા સતી પાનબાઈને બધીજ ઉપદેશ વાણી કહી છે. એનું કારણ એમ ઇતિહાસ કહેછેકે જ્યારે ગંગા સતીના પતિ કહળસિંહ એમણે સમાધિ લીધી તો સાથે ગંગા સતીને પણ સમાધિ લેવાની હતી પણ કહળસિંહ નો આદેશ હતો ગંગા સતીને કે તમે હમણાં મારી સાથે સમાધિ નો લ્યો. તો ગંગા સતી બોલ્યા કેમ સુ કારણ મને તમે તમારા સંગે સમાધિ લેવાનું ના કેમ કહો છો ? તો કહ્યું કે પાનબાઈએ આપણી ઘણીજ નિસ્વાર્થ સેવા કરીને તમને અને મને રૂણી બનાવ્યા છે. તો પાનબાઈની સેવાનું ઋણ અને ફળ તો આપણને દેવું પડે નો દઈએ તો આપણે માથે એમની સેવા નું રુણ બાકી રહી જાશે તો તમે પાનબાઈને ઈશ્વર ની ઓળખાણ કરાવો અને એમને પણ સતધર્મ અને મનુષ્ય અવતારનું મહત્વ સમજવો અને ઉપદેશ આપી પછી તમે સમાધિ લ્યો. એવી મારી તમને ભલામણ છે. પછી સમય વ્યર્થ જવાદીધા વગર ગંગા સતી પાનબાઈને સતઉપદેશ કરવાનું પ્રારંભ કર્યું એમાંનું આ પદ ગંગા સતી પાનબાઈને સમજાવે છે કે વીજળી ના ચમકારે કેતા જેમ ક્ષણ ભર વીજળી થઈ અને એજ ક્ષણમા પાછી વીજળી સમાય ગઈ એમજ મનુષ્ય દેહ છે તેપણ વીજળીના ચમકાર જેવો છે. જે ખબર નથી કે આ કાયા દેહમા આપણું મૃત્યુ પાછું કઈ પળમાં થાઈ એનું કાઈ નક્કી નઈ. તો મોતી એટલે આપણું મન આપણું મન(મોતી) સુરતા થી શબ્દ ના ધાગા મા પોરવવાનું છે. અને જો મન ને સુરતા રાખીને શબ્દ ધગો લઈ સત્ય ની સોય હોય. તો મોતીડાં આપણા શ્વાસ ઉસવાસ ની સાથે મન રાખવું તો મોતીડાં પોરવાય. નહીંતર અચાનક ક્યારે તેડું આવી જાય અને આપણા પ્રાણ હરણ થઈ જાય એના કરતા જે પળ બચી છે તે પળ નો સદ્ઉપયોગ કારીલેવો.
--------------------------------------------------------------------------------------------------------------------------
જોત રે જોતા માં દિવસો વહી જશે પાનબાઈ
એકવીશ હજાર છસો ને કાળ ખાશે-વીજળીને.
ભાવર્થ:- ✍સાચી વાત અસંખ્ય જન્મોથી આપણું મન હજુ સ્થિર થયું નથી માટેજ એને ચંચળ મન કહેવામાં આવે છે. મનને વિષયોનું ભાન છે તેને વિષયમાં તરબોળ રહેવાનું પસંદ પડેછે અને મનખો દેહ ભાન ભૂલી મૃત્યુ તરફ આગળ વધે છે અને આપણી પળ જે મોતી પોરવવાની હતી તે જોત જોતામાં વઈજાય છે. અને આપણે ચોવીસ કલાકમાં ૨૧૬૦૦. શ્વાસ ઉસવાની ક્રિયા કરીયે છે તેનેજ પળ કહેવામાં આવે છે તો અમૂલ્ય શ્વાસ આપણે કારણ વગર ગુમાવી દઈએ છે આજ સ્વાસ મનુષ્યને પરમતત્વનું ભાન કરાવે છે તો એને વિષયોમાં ભૂલીને બરબાદ કરી નાખીએ છે. જ્યાં ઉપયોગમાં લેવાના હતા ત્યાં નો લીધા અને ખોયનાખ્યા પછી તો કાળના રૂપમાં યમરાજ આવે.
--------------------–------------------------------------------------------------------------------------------------
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ
અધૂરિયા નેનો કે'વાય જી ગુપત રસ નો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી.વીજળી ને ચમકારે..
ભાવાર્થ:-✍ જાણ્યા જેવું અજાણ એજ સમજવા ચોર્યાસી ફરીને મનખો અવતાર મળ્યો. આ અવતારમાં મનુષ્ય ને સર્વસ્વ અને પૂર્ણ દેહે અને જ્ઞાને કેળવવા ની શક્તિ થી જન્મ મળે છે જેમ દસે ઇન્દ્રિયો કર્મઇન્દ્રી જ્ઞાનઇન્દ્રી થી મનુષ્ય પૂર્ણ બને છે. જેથી તે સર્વ અનુભવ જ્ઞાન જાણી શકે છે અને બીજાને પણ જે જાણ્યું તે સમજાવી શકે છે. જાણ્યાંજેવું જે છે તે પરમતત્વ છે. જે બ્રહ્માંડમાં અનંત કાળથી પ્રગટ છે તેજ જાણવા જેવું છે અને મનુષ્ય જન્મ જે મળ્યોછે તે આ જાણવાજ પ્રાપ્ત થાઈ છે. પણ અભાગી જીવડો વિષયોમાં એ સત્ય ને જાણી શકતો નથી અને આવેલો અવસર જતો રહે છે. ગુપ્ત છે પણ પ્રગટ પણ છે. આને ખુબજ સૂક્ષ્મતાથી સમજી શકાય. આંટી જે છે તે અહમભાવ છે તેને આંટી કેવાય જો આ ભાવ સુટી જાય તો અટપટી વાત ઝટપટ સમજાય પણ હાથી રૂપ અહમને મારવો પડે.
-------------------------------------------------------------------------------------------------------------------------
માન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ
જાણી લીયો જીવ કેરી જાત જી
સજાતિ - વિજાતિ ની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી.વીજળી ને ચમકારે...
ભાવાર્થ:-✍ માન અહમભાવ મુકવો અભિમાન ત્યાગ કરવો ગુરુ શબ્દ નો ભેદ સમજવો ગુરુ એટલે વિશાળ અને શિષ્ય એટલે લઘુ અને લઘુતા ક્યારે આવે જ્યારે હાથીને મારવામાં આવે હાથી આપણો અહમ તેને મારવાનો અને પછી જો મેદાનમાં જાઇ તો સમજાય જીવ ખરા અર્થમાં એજ શિવ છે પણ સમજણ વગરનો અજ્ઞાન અવસ્થામાં પોતે શિવથી જુદો નથી તે ભૂલી જાયછે અને સજાતી એટલે સ્વયમ નું મૂળ રૂપ તો આપણું મૂળ રૂપ હંસ નું છે. જે આ કાયા શહેરમાં માનસરોવર નુ અમૃત પીવા આવ્યો છે. જે પીને અમર થવાય.
વિજાતી એટલે બીજ થી વૃક્ષ જેમ જુદું નથી તેમજ પરમ તત્વ અને આતમ તત્વ બંને એકજ છે બીબા ઉપર બીજી ભાત પડવી એટલે કે દેહે તો અનેક નામ ધારણ કર્યા પણ પોતાનું નિજ નામ શુ છે. તે જાણવું નિજ નામ એજ સત્યનામ આના આજ દેહે હસમુખ નામ હતું તો પૂર્ણ દેહનું નામ હસમુખ છે પણ દેહતો નાશવંત છે જેનો ગર્વ નો કરાય તો કોનો ગર્વ કરવો માયલા મા જે બેઠો છે તેનો ગર્વ કરવો અને આદેહે તેને જોય લેવો આ શરીર શિવાય કોય બીજું સાધન નથી કે તમે પોતાની અંદર બેસેલા પરમેશ્વરનું સ્વરૂપ જોય શકો. તો જ્યાં આવા જોગીના આસન હોય ન્યા હું કેમ રહે. તો આપા પણું ગયું ને નિજનું ભાન થયું. એટલે બીબે બીજી ભાત પડી.
------------------------------------------------------------------------------------------------------------------------
પિંડ રે બ્રમાંડ થી પર છે ગુરુ પાનબાઈ,
તેનો રે દેખાડું તમને દેશ જી
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી.વીજળી ને ચમકારે...
जहा मै था वहा हरि नाही, अब हरि है मैं नाही।
प्रेम गली एटली साकडी,जहा दो नाही समाय।
આવા ગુરુદેવનો દેશ ત્રિકુંતી સ્થાન પર છે આવું ગંગા સતી ખુબજ પ્રેમથી પાનબાઈને સમજાવે છે કે ત્રિકુંતી સ્થાન થી આગળ શ્વાસ ઉસવાસ પણ નથી અને ત્યાં માયા નો તો કોય લેશ પણ નથી..
🙏પ્રમાણ સ્વીકારજો🙏
✍હસમુખ બાબરીયા🙏
🙏🌹જય ગંગા સતી🌹🙏🙏🌹 જય પાનબાઈ🌹🙏
🙏🌹જય જીવણ બાપા🌹🙏🙏🌹જય ગુરુ દેવ🌹🙏
વાણીરે વાણી મારા ગુરુજીની વાણીનો ભાવાર્થ સમજાવો
જવાબ આપોકાઢી નાખો