Disable Copy Paste

શુક્રવાર, 4 ડિસેમ્બર, 2020

જિસકો નહીં હો બોધ, તો ગુરુ જ્ઞાન ક્યાં કરે 【બ્રહ્માનંદ સ્વામી】

 

જિસકો નહીં હો બોધ, તો ગુરુ જ્ઞાન ક્યાં કરે【બ્રહ્માનંદ સ્વામી】

જિસકો નહીં હો બોધ જિસકો નહી હો બોધ,
બ્રહ્માનંદ સ્વામી
Bhrahmanand Swami 
તો ગુરુ જ્ઞાન ક્યાં કરે, નિજ રૂપકો જાના નહીં,
પુરાણ ક્યાં કરે.(ટેક)
ઘટઘટમે બ્રહ્મ જ્યોતકા પ્રકાશ હો રહા,
મીટા ન દ્વૈતભાવ તો ફીર ધ્યાન ક્યાં કરે.
જિસકો..
રચના પ્રભુકી દેખકે જ્ઞાની બડે બડે,
પાવે નહીં કોઈ પર તો નાદાન ક્યાં કરે.
જિસકો..
.
કરકે દયા દયાલ ને માનુષ જન્મ દિયા,
બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે.
જિસકો...
સબ જીવજંતુઓમે જિસે હૈ નહીં દિયા,
‘બ્રહ્માનંદ’ બરત નેમ પુણ્યદાન ક્યાં કરે.
જિસકો...




=================================
‼️‼️‼️‼️‼️ ભાવાર્થ ‼️‼️‼️‼️‼️
=================================

જિસકો નહી હો બોધ તો ગુરુ જ્ઞાન ક્યાં કરે,
નિજ રૂપકો જાના નહીં પુરાણ ક્યાં કરે.(ટેક)

ભાવાર્થ:- ✍આ સુંદર ભજન માં બ્રહ્માનંદ સાહેબ ઘણું સમજાવવા માંગે છે. કે જેને બોધ નો અર્થ ખબરજ નથી તો ગુરુજ્ઞાન સુ કરે નિજ રૂપ શું છે? પોતાનું સ્વરૂપ એક મનુષ્યનું છે અને પશુ ના જેમ રહે છે. તો આવા પશુ સમાન ની આગળ ગમે એટલી ભાગવત વાસો તો કાય ફાયદો નહીં કારણ પોતે માનુષી જન્મ ધરીને પશુ સમાન રહેચે. ઉદાહરણ તરીકે પાડો હોય તેને છાસ પીવડાવો તો એના મનમાં એ દૂધ સમજતો હોય છે. માટે મનુષ્ય જન્મ માં વિષયોમાં પોતાનું કર્મ ભૂલીને અકર્મ જે નો કરવાનું કરેછે. પછી એની આગળ ગમે એટલુ પુરાણ વાસો તોપણ કાઇજ અર્થ સમજી સકે નહીં.
=================================
‼️‼️‼️‼️‼️ ભાવાર્થ ‼️‼️‼️‼️‼️
=================================

ઘટઘટમે બ્રહ્મ જ્યોતકા પ્રકાશ હો રહા,
મીટા ન દ્વૈતભાવ તો ફીર ધ્યાન ક્યાં કરે.જિસકો..

ભાવાર્થ:- ✍સર્વે પ્રાણી માત્ર સમસ્ત સંસાર માં બ્રહ્મ જ્યોત નો પ્રકાશ થઈ રહ્યો છે. આનો અર્થ કે આ પૃથ્વી પર સમસ્ત જીવ પ્રાણ વાયુ થી પોતાનું દેહ સજીવન રાખે છે. કે સ્મસ્થ જીવ માત્ર આ અમૂલ્ય વાયુ દ્વારા જીવંત છે પછી હિન્દુ કહો મુસ્લિમ કહો કે બીજા પૃથ્વી પર રહનારા. અને કોય પણ મનુષ્ય આજ વાયુ દ્વારા જીવે સે આપણાં ભારત દેશમાં તો એક મનુષ્યને બીજા મનુષ્યથી નીચા બતાડવા વર્ણ વ્યવસ્થા કરી. અને ભારતીય સંસ્કૃતિમાં હલાડ ઘૂસાડી દીધું કે આ બ્રહામણ આ ક્ષત્રિય આ વૈશ્ય આ શુદ્ર આમ આ વર્ણ પાડી દીધા અને ભગવાનના બનાવેલા માણસોમાં આવી ખોટી કબુધ્ધિ ધૂસાડી દીધી જેને સંતો તો સદાય વિરોધ કરેછે. આ ચારેય વરણ જીવે સે કોના આધારે આત્મ તો સહુનો એક આતમો નો હોય તો કોણ કયા વરાણનો પછી ફક્ત આ દેહ રહે છે. એટલે અદ્વૈત એટલે જુદા પણું આપણે સહુ દેહે નોખા છે એમ કહાવે પણ એમ નથી દરેક જીવ પાચ તત્વ જે છે એનાથીજ બનાવ્યા છે.
કોય ને જુદા તત્વ થી નથી બનાવ્યા પ્રાણી બનાવવા પ્રભુએ એકજ પ્રકારનું મટિરિયલ વાપર્યુ છે. કોઈને જુદા મટિરિયલથી બનાવ્યા નથી એમય ભગવાને આતમો પણ એકજ બનાવ્યો તો દ્વેત ભાવ મનુષ્યને ક્યાથી આવ્યો.

=================================
‼️‼️‼️‼️‼️ ભાવાર્થ ‼️‼️‼️‼️‼️
=================================

રચના પ્રભુકી દેખકે જ્ઞાની બડે બડે,
પાવે નહીં કોઈ પર તો નાદાન ક્યાં કરે.જિસકો...

ભાવાર્થ:-✍ પ્રભુની રચના અજબ છે. પાચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રકૃતિ અને એમાય બાવન નો વિસ્તાર ચોર્યાસી ચોવતા હાડ માસ લોહી ચામડી અનેક નાડી અને સાડાત્રણ હાથનો આપણો દેહ બારથી થી તો ગજબનો પણ અંદરથી પણ એમાય આ ઠાઠ બનાવી અંદર પાછો એ છુપાઈ ને બેઠો જે દરેક પળ મનુષ્યને કહેચે. તુહી તુહી ચેતીજા ચેતીજા પણ નાદાન મનુષ્ય આ ચેતવણી સમજતોજ નથી અને મુક્ત થવાનો સમય આવ્યો તો વિષયોના બંધનમાં બંધતો જયચે. જેમ અજગર પોતાના કુંડાલમાં કોઈને ફસાવે તો જેટલો તે ફફડે એટલોજ અજગર એને ભરડો લેતો જાય અને એ જીવને તેના મજબૂત ફાંદામાં થી બચવાનો મોકો મળતો નથી અને અજગરનો આહાર બની જયચે. અજગર ની ઉપમા આપણે જમરાજ ની આપી શકાય અને ચોર્યાસી ની ફસી.

=================================
‼️‼️‼️‼️‼️ ભાવાર્થ ‼️‼️‼️‼️‼️
=================================

કરકે દયા દયાલ ને માનુષ જન્મ દિયા,
બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે.જિસકો...

ભાવાર્થ:- ✍સાચી વાત આપણે અનેક જનમોથી ભટકતા ભટકતા અનેક દેહ ધારણ કર્યા અનેક પાછા છોડી દીધા અને પછી આવી યાતનાવો ભોગવી ભોગવીને પ્રભુએ આપણાં ઉપર દયા કરીને મનુષ્ય જન્મ પૂર્ણ આપ્યો એમાં કાય ઘટે નહીં સંપૂર્ણ મનુષ્ય ઈશ્વર બરાબર છે. એક સખી છે જેમાં મનુષ્યને ઈશ્વર સમાન ગણ્યો છે. “પશુની પનિહા બને, નરકા કશું નહીં. મનુષ્ય જો એઇસી કરણી કરે નરમાઠી નારાયણ બની જાય.”
તો આવા અમુલ્ય અવસરે દેહ મનુષ્યનો મળ્યો શુ કામ? મુક્તિ માટે પણ ભજન કરવાનું વચન માતાના પેટમાં આપ્યું હતું. તો બારે આવી બદલી ગયા હવે આમાં પછી ચોર્યાસી ભોગવવી પડે ત્યાં ભગવાનને યાદ કરે પછી ભગવાન પણ હું કરે.
=================================
‼️‼️‼️‼️‼️ ભાવાર્થ ‼️‼️‼️‼️‼️
=================================

સબ જીવજંતુઓમે જિસે હૈ નહીં દિયા,
‘બ્રહ્માનંદ’ બરત નેમ પુણ્યદાન ક્યાં કરે. જિસકો...

ભાવાર્થ:- એક જીવ બીજા જીવને મારીને ખાય છે એમાં માસ ખાનારા માટે માસ છે મનુષ્ય માટે નથી સરળ વસ્તુ મનુષ્ય પણ પશુ સમાન થયો એ મનુષ્ય સામેથી સાબિત કરી આપેછે. જે મનુષ્ય માટે ખાવાનું બનાવ્યું છે તેતો તેને ભાવતું નથી અને માસ ભક્ષી થઈગયો પોતાને સાબિત કરે છે કે પોતે એક રાક્ષસ સમાન છે. જો જેવુ ખાય એવિ એની વૃતિઓ કામ કરે તે દેખાવો સાજનતાનો કરતો હોય પણ અંદરતો હિંસક વિશારોથી ભરેલો હોય છે કામી માણસ બને છે પરસપર બીજી સ્ત્રીઓ પર કુડી નજરું કરે તે તેનો પોતે શાક્ષી છે. જેમ કહેવાય કે કસ્તુરીને સાતમા પાતાલમાં ડાટીને આવો તોપણ તેની સુગંધ છુપાતી નથી તેમ જો ભક્ત ભક્તિ ગમે એટલી સાની સાની કરે તે પ્રગટ થયાં વગર રેતી નથી તો મનુષ્યના અપલખણ ગમે એટલા અસતા કરતાં હોય પણ પ્રગટ તો થાય. પછી ગમે એટલા પુણ્ય દાન કરો બધુય નકામું. માટે જો ચેતતા આવડે તો ચેતી જાવ ચેતી જાવ વારે વારે અવસર નહીં મળે..

🙏જય બ્રહ્માનંદ સાહેબ🙏
🙏જય જીવણ બાપા🙏
🙏જય ગુરુ મહારાજ🙏
✍હસમુખ મનુભાઈ બાબરીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો