જીવણ બાપાની પ્રિયા સુંદરી(સિતાર)
દાસી જીવણ બાપા પણ એક સારા સુરીલા સંતવાણી આરાધક હતા. જીવણ બાપા તે વખતે લગભગ આખાય ગુજરાતમાં પ્રખ્યાત ભજનિક અને સંત કક્ષાના દાયરામાં આવતા જેઓ પોતાના જીવન કાળમાં અનેક વાણી પોતાની બોલી ગયા જે હાલના સમયમા પણ સંતવાણી આરાધકો ગાય છે. આજના સંયમમાં આપણને સંતવાણી હોય ત્યાં ઘણા બધા વાજિંત્રો અને આખું ભજન મંડળ હોય છે,
સાથે ગાવા વાળા માટે,, વિદ્યુતથી ચાલતા લાઈટ પંખા માઇક મોટા મોટા અવાજના સાધનો જેથી હજાર, પાંસો લોકો સહેલાઈથી ભજનવાણી નો આનંદ માણી શકે, અને જે વખતે દાસી જીવણ બાપા, અને એ વખતના તમામ ભજનિકોને આ બધી સુવિધાઓ મળતી નોહતી,,, અને સાહેબ ધારાના સંતો કહો કે, નાથ સંપ્રદાયના સંતો,, આ બધા સંતો પોતાની આધ્યાત્મિક પંથની અનુભવ વાણી પોતાના ગુરુ મહારાજ સમક્ષ પોતાના અનુયાયીઓ સમક્ષ અને જાહેરમાં લોકો સમક્ષ બોલતા,, જીવણ બાપા ના ગુરુ મહારાજ ભીમ સાહેબ કહો કે ત્રિકમ બાપા કહો ખીમ સાહેબ કહો કે રવિ સાહેબ કે મોરાર સાહેબ કે આ બધાયના વરિષ્ઠ ગુરુ મહારાજ ભાણ સાહેબ, આ બધાજ સંતો ભજનિક હતા. એમનાથી વિશેષ સતગુરુ કબીર સાહેબ પણ એક સંતવાણી આરાધક હતા,, મારો અહીંયા વિષય છે,, આ બધાજ સંતો ફક્ત પોતાનો સુરીલો અવાજ, રાગ , અને પોતાનું પ્રિય વાજિંત્ર સાથે રાખતા અને હાથમાં કડતાલ અથવા મંજીરું રાખતા,, પણ ત્રણ વાજિંત્રો નો સંગમ કરતા એક પોતાનો કંઠ, બીજું સંતોને પ્રિય એકતારો અથવા રામસાગર, આજ એકતારાનું વાજિંત્ર બધાજ સંતોને પ્રિય હતું અને ઘણા સંતોના આ એકતારા વાજિંત્રો હાલમાં પણ સંતોની જગ્યામાં તેમની સમાધિ સ્થાને સંગ્રહ કરી આવનારા લોકોને દર્શન માટે રાખેલા જોવા મળે છે,,
અને જીવણ બાપા પણ એકતારા ઉપર ભજનો ગાતા પણ એક પ્રસંગ એવો બન્યો કે એમને સિતાર સાથે જૂનાગઢમાં એક સંત સાથે સંતવાણી ગાવાનો અવસર મળ્યો,, અને એ વખત થી જીવણ બાપને સિતાર સાથે ભજનો ગાવાનું ખૂબ ગમતું,, અને બાકીના જીવન કાળમાં સતગુરુ જીવણ સાહેબે પોતાના સિતાર સાથેજ વાણી બોલ્યા છે,,, જે સિતાર ને જીવણ બાપાની સુંદરી પણ કહેવાય છે. જે સુંદરી(સિતાર) હાલમાં પણ બાપની જગ્યામાં ધરોહર અને ખૂબ માવજત રાખીને સાચવેલ છે,, આપ ને જો અવસર મળે તો જરૂર ઘોઘવાદર આ જીવણ બાપની સુંદરી(એના) દર્શન કરજો,, જે અખંડ ધૂન હજુયે બોલાવતી હોય એવો અનુભવ થાય છે,, આજે એજ સિતાર વાદ્ય ના અવાજ વિષય ઉપર થોડું જાણીએ🙏
સિતાર જેવા વાદ્યોમાં સંગીત કેવી રીતે વાગે છે?
સિતાર, રાવણહથ્થો, તંબુરો,વીણા વિગેરે સંગીતનાં સાધનોમાં ધાતુના તારની ઝણઝણાટીથી સંગીત પેદા થાય છે. આ બધા વાદ્યોમાં અર્ધગોળાકાર તુંબડુ જોડેલું હોય છે. અથવા તો લાકડાની પેટી હોય છે. તુંબડા ઉપર ચામડાનો પરદો હોય છે. આ વાદ્યને તંતુવાદ્ય કહે છે. સંગીતની દૂનિયામાં સિતાર અને ગિટાર મહત્વનાં ગણાય છે.
ધાતુનો તાર ધ્રુજે ત્યારે અવાજ પેદા થાય છે. તારને એકવાર ધ્રુજાવ્યા પછી થોડો સમય આપમેળે ધ્રુજ્યા કરે છે. અને સુક્ષ્મ ઝણઝણાટી જેવો અવાજ થાય છે. એકલો તાર બહુ ધીમે અવાજ કરે પરંતુ તંતુવાદ્યમાં તુંબડું જોડેલું હોવાથી અવાજ મોટા થાય છે અને મધૂર પણ થાય છે. તારની ધ્રુજારી તારની લંબાઈ પર આધાર રાખે છે.
તંતુવાદ્યોમાં એક કરતાં વધુ તાર જોડેલા હોય છે. અને તેની ચોક્કસ લંબાઈએ કી મૂકેલી હોય છે. સંગીતકાર કયો તાર ધ્રુજાવવાથી કેવો સૂર નીકળે તે જાણતા હોય છે. દરેક તારને વારાફરતી આંગળી વડે ધ્રુજાવીને કીનો ઉપયોગ કરી તે સંગીતની વિવિધ તરજો રચે છે. કેટલાક તંતુ વાદ્યોમાં બે તારનાં ઘર્ષણથી સંગીત પેદા થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો