Disable Copy Paste

રવિવાર, 6 ડિસેમ્બર, 2020

‼️સફર કા સૌદા કરલે મુસાફિર‼️ 【સત્તાર સાહેબ】

Sattar Saheb

‼️સફર કા સૌદા કરલે મુસાફિર‼️
【સત્તાર સાહેબ】

સફર કા સૌદા કરલે મુસાફિર,
અસલ વતન કો જાના પડેગા.(ટેક)
જો પુણ્ય કરના હૈ સો કર લો,
વહાં સંગ આને કા સામાન ભરલે,
તો ફિર નહી યહા આના પડેગા,
સફર કા સૌદા કરલે મુસાફિર..【૧】
જો પુણ્ય તુમને યહાં કરે હૈ,
વો હી તુમ્હારે સંગમે ચલગે,
યે મહેલ માળીયા ઓર બગીચે,
સભીકો છોડકર જાના પડેગા.
સફર કા સૌદા કરલે મુસાફિર....【૨】
સબ પીર પયગંબર દેવ દેવતા,
યહાં સે જા વ્હા ચલ બસે હૈ,
તેરા ભી જાને કા હોગા એકદિન,
મૌલાકો મુહ દિખાના પડેગા.
સફર કા સૌદા કરલે મુસાફિર....【૩】
કહે 'અબ્દુલ સત્તાર' માલિક કા બંદા,
કરો પૂણ્ય ઔર ભક્તિ કા ધંધા,
નહિ તો ફિર વ્હા પડેગા ફંદા,
તો ફિર તુમ્હે પસ્તાના પડેગા.
સફર કા સૌદા કરલે મુસાફિર....【૪】
==================================
‼️‼️‼️‼️‼️【ભાવાર્થ】‼️‼️‼️‼️‼️
==================================
❗સફર કા સૌદા કર લે મુસાફિર,❗
❗અસલ વતન કો જાના પડેગા.❗
ભાવાર્થ✍️ સત્તાર સાહેબ ખૂબ સુંદર રીતે કહેવા માંગે છે. કે આપણે જન્મ જનમો થી સફર કરી રહ્યા છીએ, અનેક જીવો અનેક દેહ ધારણ કરીને અંત મા આપણે આપણા વતન જાવા માટે નો રસ્તો હવે થોડોજ રહ્યો છે. કારણ મનુષ્ય બધાજ જીવો કરતા બુધ્ધિ જીવ માનવામાં આવે છે.પણ અજ્ઞાનના અંધારામાં પોતાના મનુષ્ય જન્મનો મર્મ સમજી શકતો નથી. માટે આ સફર હવે પૂરો થવાનો તો આપણે આનો મૂલ્ય સમજીને આપણા વતન જતા રહીએ આપણું વતન એ આ કાયા નથી આ કાયા તો અહીં આપણને છોડીદેવી પડશે.
==================================
‼️‼️‼️‼️‼️【ભાવાર્થ】‼️‼️‼️‼️‼️
==================================
❗જો પુણ્ય કરના હૈ સો કર લો,❗
❗વહાં સંગ જાનેકા સામાન ભરલે,❗
‼️તો ફિર નહી યહા આના પડેગા‼️
ભાવાર્થ:✍️મનુષ્ય જન્મ મળ્યા પછી પાપ અને પુણ્ય વિષય કોણ સમજણ આપે છે,,,? આપણા સંસ્કાર દ્વારા આપણે પુણ્ય અને પાપ વિષય તફાવત કરી શકીએ,, તો પુણ્ય એટલે શુ ❓ આનો વિચાર કરવો જોઈએ નહીંતર કરવાનું હતું કાઈ અને કર્યું કાઈ,,,જ્યારે કોઈ મનુષ્ય કોઈ સત્કાર્યો કરે છે,, ઉદાહરણ તરીકે,,,કોઈ ગામ ધુવડો બંદ કરાવે,,,કોઈ હજારો મૂંગા પશુઓની સેવા કરે,,કોઈ દુઃખી હોય એને થતી મદદ કરે,,,સાદુ સીધું જીવન જીવે,,,બે ટાઈમ મંદિર જાય કે હોમ હવન યજ્ઞો કરે,,,દાન કરે ભૂખ્યાને જમાડે આવા બધા સારા કાર્યો કરે પરંતુ આ જે કાર્યો છે તો શુ આને પુણ્ય કહેવાય ❓ આ પ્રશ્ન પોતાને બે વખત કરજો,,કારણ ઘણા આમજ અટવાયેલા છે,,,આ બધાજ કર્યો એ શુભ કર્મની નામવાલી માં લખાય એમાં બે મત કે તર્ક નો કરાય.પરંતુ આ ને જે ! સંતો પુણ્ય કહે છે,,,તે પુણ્ય ન કહેવાય, !કારણ આ બધું કર્મ પણ ભોગવવા પડશે પછી સારું કર્મ હોય કે દુષ્કર્મ હોય,,છે તો કર્મજ,,, માટે સંતો આને પુણ્ય નહીં પણ કર્મ કહે છે,,,શુભ અથવા અશુભ,,,
પણ પુણ્યની વ્યાખ્યા તો અલગ છે,,,
આધ્યાત્મિક જીવન એક મહાન પંથ છે અને આ પંથ ઉપર ચાલવાથી ઘણું ખરું ફેરફાર થઈ જાય છે,,સાંસારિક જીવન એક અલગ દિશામાં જાય છે. અને આધ્યાત્મિક જીવન એક અલગ દિશામાં જાય છે,,,
પુણ્ય કરવું એટલે કમાણી કરવી. કમાણી નો અર્થ આધુનિક સુખ નહીં પણ આત્મા ને શાંતિ મળે એને સુખ કીધું છે.આત્માને સુખ કેમ મળે? તો કબીર સાહેબ ના શબ્દો જે 'કમાલ' તેમનો શિષ્ય તેને સાહેબે સુખ કમાવાનો રસ્તો કહ્યો કે,
કબીર કહે કમાલ કો બસ દો બાતા સીખ લે,,👇
(૧)કર સાહેબકી બંદગી
(૨)ભૂખે કો અન્ન દે.
ભુખ્યાને અન્ન આપવું, પણ ધરાયેલા ને નહિ, હવે અહીંયા સંત ક્યાં જાવા ની વાત કરે છે, એની ઉપર વિચાર કર્યે,, દરેક સંત મહાપુરુષો એમ કહે છે કે આ મનુષ્ય દેહ દુર્લભ છે,,,આનો સદઉપયોગ કરી લેવો જોઈએ,,પરંતુ દુર્ભાગ્યે વશ દરેક મનુષ્ય આ ફાયદો લઈ શકતા નથી,,
==================================
‼️‼️‼️‼️‼️【ભાવાર્થ】‼️‼️‼️‼️‼️
==================================
‼️જો પુણ્ય તુમને યહાં કરે હૈ,‼️
‼️વો હી તુમ્હારે સંગમે ચલગે,‼️
‼️યે મહેલ માળીયા ઓર બગીચે,‼️
‼️સભીકો છોડકર જાના પડેગા.‼️
ભાવાર્થ✍️ આપણે આગળ લખ્યું પુણ્ય એટલે કર્મ,, પછી આપણે જે પાપ કે પુણ્ય મનુષ્ય જનમ માં કર્યા એની શિવાય એક રુવાડુ પણ હારે આવવાનું નથી.પશી તો હદ થઈ ને તોય વિષયોથી ભરેલો જીવડો હમજતો નથી.
ટુકમાં બધુંય પડ્યું રેવાનું..
==================================
‼️‼️‼️‼️‼️【ભાવાર્થ】‼️‼️‼️‼️‼️
==================================
❗સબ પીર પયગંબર દેવ દેવતા,❗
❗યહાં સે જા વ્હા ચલ બસે હૈ,❗
❗તેરા ભી જાને કા હોગા એકદિન,❗
❗મૌલાકો મુહ દિખાના પડેગા. ❗
જે નામ ધારી એજ પીર પયગંબર એજ સંતો એજ મહાપુરુષો અહીંથી ત્યાં જઈને વસવાટ કરી લીધો છે. જેને સંતો મુક્તિ ધામ કહેછે. અને આપણું પણ ત્યાં જવાનું થશે તો આપણે શુ મોઢું ભગવાનને બતાવશું.
કહેતા હૈ કરતા નહીં, મુહકા બડા લબાડ
ક્યાં મુખ લેકે જાયેગા ધણી ને દરબાર.
==================================
‼️‼️‼️‼️‼️【ભાવાર્થ】‼️‼️‼️‼️‼️
==================================
કહે 'અબ્દુલ સત્તાર' માલિક કા બંદા,
કરો પૂણ્ય ઔર ભક્તિ કા ધંધા,
નહિ તો ફિર વ્હા પડેગા ફંદા,
તો ફિર તુમ્હે પસ્તાના પડેગા.૫
ભાવાર્થ:✍ સત્તાર બાપુ કહે છે હું મારા ગુરુજીના ચરણો નો દાસ છુ. આપણે પુણ્ય અને ભક્તિ નો ધંધો કરવાનો છે. નહીંતર ત્યાં આપણે મુક્તિ ધામમાં પ્રવેશ નહીં મળે અને ફરી જન્મ મરણ નો ફંદો આપણા જીવન પર આવશે. અને કમાણી વગર તો પસ્તાવું પડેને....

Sattar Saheb Samadhi


✍હસમુખ મનુભાઈ બાબરીયા.
🙏જય જીવણ બાપા🙏
🙏જય સત્તાર સાહેબ🙏
🙏જય ગુરુદેવ🙏
13jun2018 સમય સવારે 11:48am

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો