Disable Copy Paste

રવિવાર, 6 ડિસેમ્બર, 2020

શ્રી પુરણ સ્વામી

 શ્રી પુરણ સ્વામી

Puran Swami
Puran Swami 
શ્રી પુરણ સ્વામી ની વાણી
આ મહાપુરુષ કબીર સાહેબ પ્રણાલિકા ના સવંત 1824 ની આસપાસ ના સમય કાળમાં થઇ ગયા.

એમનું એક અનુભવ પદ.


ધરણ ધરણ ધરા ધમકે, ઉઠે માહી શબ્દ ઑહનગકારરે,
ઓહંગ રૂપમાં સોહઅંગ સાર, બ્રહ્મ રૂપમાં ભાળનાર.
ઉઠે માહી શબ્દ ઑહનગકારરે......

ઊલટી સુરતા ચડી ગગનમે, નિજ તખત નજરે ભાળ્યારે,
અમર પુરુષની આશક લાગી, તો મને મેખતા એકજ ભાળ્યારે.
ઉઠે માહી શબ્દ ઑહનગકારરે......

અવિચળ પુરીમાં રહે અવિનાશી, છેકાયમ પણ નહીં કાયારે,
પાંચ તત્વમાં નીરખ્યા પરખ્યા તો, જઇ છઠ્ઠામાં સમાયારે.
ઉઠે માહી શબ્દ ઑહનગકારરે......

પાણીથી પાતળો ધુવાથી હે ઝીણો,આદમ હે અપ્રમ પારારે,
લંબા ચૌડા સર્વમાં બરાબર, કાયમ કિરતાર રે.
ઉઠે માહી શબ્દ ઑહનગકારરે......

કહે પુરણ દેખો પિંડ બ્રહ્માંડમા, પ્રેમ શબ્દ માહી પ્રગટ બોલેરે.
આપું ત્યાગી રહો અનુરાગી, અંતર પડદા એ ખોલેરે.
ઉઠે માહી શબ્દ ઑહનગકારરે......


31-nov-2019
Kabir Saheb
https://www.facebook.com/babariahasmukh22

હસમુખ મનુભાઈ બાબરીયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો