Disable Copy Paste

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

મૈ અલેકિયા પીર પછમરા, સતની જોળી મે કાંધે ધરી.




મૈ અલેકિયા પીર પછમરા, 
સતની જોળી મે કાંધે ધરી. 

પાચ રંગકા લિયા કપડા,શીલ સુરતા જોળી માહિ ભરી. 
પ્રેમને પડકારે હુતો ચાલી,સારા શહેરમાં ખબર પડી.

પાચ ફળિયા પચીસ મેડિયું, નવે દરવાજા જોયા ફરી,
ચાર પાચ માહિ ફરે જુગટિયા,ઈનકું મેળ્યા ફરહરી. 

સોહં અંચળો સોહં છીપયો,વિચાર વિભૂતિમાં રિયો ઠરી,
દશમે જઈને અલેક જગાયો,જોળી હો ગઈ ખરે ખરી.

એક અવાજ મને દિયો અલકારો,લીયો અલેકિયા લગન કરી,
દાસ દયાનંદ ગુરુ ચરણે, હવે ચોર્યાસીમાં ના આવું ફરે. 


ભાવાર્થ 

મૈ અલેકિયા પીર પછમરા, સતની જોળી મે કાંધે ધરી.

ભાવાર્થ;- આમાં દાસ દયાનંદ કહેવા માંગે છે. કે હું અલેક ને જગાડતો સાધુ છુ. હું અલેક નો પરમ ઉપાસક છુ. અને આ પીર છે તે પરમ પવિત્ર પુરુષ બ્રહ્મ છે. અને આ પીરનો હું આલેક્યો છુ.આ પીર આ બ્રહ્મ ક્યાં વસે છે ? એની ખોજમાં મે મારૂ જીવન વ્યતીત કર્યું છે. આ પીરને પક્ષિમ નો પીર કહ્યો છે. એ પચમરા પીરનો હું આલેક્યો છુ. પક્ષિમ દિશાનો પીર એટલે પરમ પુરુષ પરિબ્રહ્મ જેની હું ખોજ કરું છુ. અને આ પીરનો હું પરમ ઉપાસક છુ. સતની જોળી એટલે આ કાયા આપણી છે તેને સતની જોળી કેવમાં આવેછે. 


પાચ રંગકા લિયા કપડા,શીલ સુરતા જોળી માહિ ભરી. 
પ્રેમને પડકારે હુતો ચાલી,સારા શહેરમાં ખબર પડી.

ભાવાર્થ:- પાચરંગ કા કપડાં એટલે આ કયા આપણી પાચ તત્વ થી બનેલી છે. અને પાચ તત્વ ના પાચ રંગ છે દરેક તત્વનો રંગ ભિન છે જેમાં આકાશ તત્વ નો રંગ(કાળો)હોય છે. વાયુનો રંગ(લીલો રંગ) હોય છે. પૃથ્વીનો રંગ(લાલ)હોય છે. ને અગ્નિ નો રંગ(પીળો) અને પાણી નો રંગ સફેદ હોય છે. આમ પાચ તત્વ ના પાચ રંગ કહ્યા છે. શીલ એટલે આપણા અવગુણ ને દૂર કરનારા સત ગુણો અને સત ગુણ હોય તો જ્ઞાન પ્રાપ્ત થવા યોગ્ય મનાય છે. તોજ આપણે આપણી સુરતા જ્ઞાન ના આધારે યોગ્ય જગ્યાએ સ્થિર કરીશકાય માટે શીલ અને સુરતા થી આપણી આ કયા રૂપ જોળી ભરવાની છે. અને જે પીર પક્ષીમ ના છે તેની સાથે પ્રેમ હવે એવો થયો છે કે આખા શહેરમાં ખબર પડી. 


પાચ ફળિયા પચીસ મેડિયું, નવે દરવાજા જોયા ફરી,
ચાર પાચ માહિ ફરે જુગટિયા,ઈનકું મેળ્યા ફરહરી.

ભાવાર્થ:- પાચ ફળયા પચીસ મેડિયું, આતો સંત સમજણ આધાર લેતા જેમ જીવણ બાપા કહે કે પાચ તત્વ અને ત્રણ ગુણ થી વાલે બનાવ્યું આ વાણ(આપણો દેહ) તો આ દેહમાં પાચ ફળિયા એ તત્વ ના છે. અને પચીસ પ્રકૃતિ અને નવ દરવાજા આ દેહમાં રવિ સાહેબના મત પ્રમાણે નવ દરવાજા નવી રમતના તો આપણો આ દેહ પાચ તત્વ પચીસ પ્રકૃતિ નવ દરવાજા આ દેહમાં દર્શાવ્યા છે. અને ચાર અને પાચ જુગતીય એ આપણા વિષયો છે જે આમતો આપણી માટે હાનિકારક છે. આ વિષયોને માણવામાં આપણે સત્યથી વંચિત રહીએ છે. અને આ ને બાંધીએ તો ફાયદો છે. 


સોહં અંચળો સોહં છીપયો,વિચાર વિભૂતિમાં રિયો ઠરી,
દશમે જઈને અલેક જગાયો,જોળી હો ગઈ ખરે ખરી.

ભાવાર્થ:- કાયા સોહ થી બનેલી છે જેને અંચળો કહ્યો કોઈએ ચાદર કીધી કોઈએ વાણ કીધું આવા અનેક નામે કાયને વર્ણવામાં આવી છે. તો આ કાયા માં સોહ નામનો મરજીવો આવ્યો તો આ વાણ ચાલ્યું. અને સોહ છીપયો આપણા સતગુરુ બતાવે કે સુરતા છીપયો થી જે તત્વ છે તેને પકડવું અને નવ દરવાજા એમાં દસમા સ્થાને પરમેશ્વર આસન વાળીને બેઠા છે. લક્ષ્મી સાહેબનો ટેકો લઈએ તો 
“બેની મને ભીતર સતગુરુ મળ્યા.
અખંડ ભાણ ઉગયા દલ ભીતર, 
ભોમિ મે સઘળી ભાળી,
શૂન મંડળ માં શ્યામ બિરાજે
ગુરુજીને દેખીને હરખાની” 
તો શૂન મંડળ એજ દસમો દ્વારો જ્યાં આવા અવિનાશી પુરુષ આસન વાળી બેસ્યા છે. અને ત્યાં અલેક જગાવ્યો છે. 

એક અવાજ મને દિયો અલકારો,લીયો અલેકિયા લગન કરી,
દાસ દયાનંદ ગુરુ ચરણે, હવે ચોર્યાસીમાં ના આવું ફરે,

ભાવાર્થ:- આ અવાજ ઈશ્વર તેના ભક્તો માટે અનંત કાળથી કરે છે પણ જીવ દશામાં રહેલો માનુષી આ અવાજને સાંભળી શકતો નથી પણ જો સાચા સતગુરુ મળી જાય તો એ અવાજ તરફ ઈશારો કરી સમજાવવાનો પ્રયત્ન કરે છે જેમ જીવણ બાપને ભીમ સાહેબ કહે જીવણ જીવને જ્યાં રખયે વાગે અનહદ તુરા રે. તો આ સહુ સંતો સાન કરેછે પણ સમજ ને વાલેકો ઇશારા કાફી. તો દયાનંદ સાહેબ કહે છે કે હું આવા સ્થાને જવાનો છું જ્યાં ચોર્યાસી નો ઉલ્લેખ કોઈને આવડતો નથી જીવ દશામાં ચોર્યાસી ની ફાસી છે. અને શિવ દશામાં નિત્ય ઉત્સવ અને અમરત પ્રાપ્ત થાય છે. 
^-^-^-^-^-^-^-^-^-^-^-^-^-^-^-^-^


🙏🏻🌹જય દયાનંદ સાહેબ🌹🙏🏻🙏🏻🌹જય જીવણ બાપા🌹🙏🏻🙏🏻પ્રણામ સ્વીકારજો🙏🏻✍🏻હસમુખ મનુ બાબરીયા🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો