Disable Copy Paste

રવિવાર, 7 ઑક્ટોબર, 2018

🙏🌹સાયાજી હમકુ ડર લાગ્યો એક દિનકો🌹🙏 KABIR SAHEB

🙏🌹સાયાજી હમકુ ડર લાગ્યો એક દિનકો🌹🙏.

સાયા હમકુ ડર લાગો એક દિનકો,દિનકો ઘડી પલકો. સયાજી...
આ રે કાયા માટી કેરો મણકો,ફૂટતા ના બાજે રણકો. સાયાજી...
આ કાયા ફુલનકી વાડી, મૃગલો ચરી જાય વનકો. સાયાજી..
એક દિન સાયજી સબકો બોલાવે,લેખા લેવે તલ તલકો.સાયજી..
કહત કબીર સુનો ભાઈ સાધુ,એક દિન વાસ જંગલકો. સાયજી..


🙏🌹ભાવાર્થ🌹🙏

"સાયાજી હમકુ ડર લાગ્યો એક દિનકો
ઘડી એક પલકો. સાયાજી" ...

ભાવાર્થ:-✍️ સાયાજી કોણ છે? અને કબીર સાહેબ એમને ડર લાગવાની વાત શુ કામ કેસ. કારણ એ પળ સહુને આવવાની છે મનુષ્ય હોય કે બીજો કોઈ પણ જીવ હોય તેને સમય કોળયો કરીજવાનો તો મૃત્યુ નિશ્ચિત છે. સનાતન સત્ય છે તોપણ મનુષ્યને આ મૃત્યુ થી ડર લગે છે. કબીર સાહેબ એમના ગુરુદેવ પાસે કહેછે મને એ પળ નો ડર લાગ્યો. તો અહી કબીર સાહેબ તો હદ બેહદ અને અનહદ ચાલનારા સંત હતા તો કહે ડર લાગ્યો. ડર એકજ હતો જેદી મારી અંતિમ વેળા આવે તેડી ગુરુજી તમે મારી સુરતમાં સમજો અને મારા આ આત્માને તમારા પરમ આત્મા મા સમાવી લેજો તો આજ માટે દરેક મનુષ્યને અનેક દેહ ધારણ કર્યા પછી માનવ દેહ મળ્યો તો માનવ દેહમાં આ અતમો અનેક દેહ છોડી છોડી અંતે મનુષ્ય દેહમાં પોતાનું કલ્યાણ કરવા આવચે. માટે કબીર સાહેબ દેહ ભાવે નહીં પણ આત્મ ભાવે કહેછે કે સાયાજી મને અંત વેળા નો ડર છે. તો તમે મારા આત્મનું કલ્યાણ કરશો. 
આરે કાયા માટી કેરો મણકો,એને ફૂટતા નહીં લાગે રણકો.સાયાજી..

ભાવાર્થ:-✍️આ કાયા તો કોઈની રહી નથી ને રેવાનીય નથી તો આ કાયનો મોહ કરવા કરતા અંત સુધારવું જોયે અંત સુધારવા કે અંત કેમ સુધારવું અંત એની એકજ યુક્તિ છે તે આમ તો બહુજ સહેલી છે પણ અભાગી જીવ તેને અઘરી માનીને તેનો ફેરો બગાડી ને પાછો ફેરો ખાવા ચોર્યાસી ની યાતનાવો ભોગવે છે. તો આ ફેરો જો સફળ કરવો હોય તો જેને સફળ કર્યો હોય એની પાસે આપણે સફળ કરવા માટે પૂછવું પડે તો કબીર સાહેબે તેમના સતગુરુ રામાનંદ સાહેબને પૂછ્યું તો રામાનંદ સાહેબે કબીર સાહેબને આ માટી કેરો મણકો ફૂટી જાય એની પેલા આત્મ કલ્યાણ કેમ થાય એની જુગતી બતાવી અને કબીર સાહેબે એમનો જન્મ નો ફેરો સફળ કર્યો અને આપણે પણ સમય સારો છે તો સમયનો સદુપયોગ કારીલેવો જોયે.
આ કાયા ફુલનકી વાડી, મૃગલો ચરિજાય વનકો.સાયાજી..

ભાવાર્થ:✍️ મૃગલો એ સમય છે અને વન એ મનુષ્ય અવતાર છે. અને ફૂલ એ આપણી કાયા છે તો આપણી આ કાયા ને મૃગલો ચરી જાય એ પેલા કાયા ફૂલને પૂર્ણ પણે ખીલીજવું જોયે અને ખીલેલું ફૂલ ગુરુ ચરણોમાં ધરી ને ફૂલ રૂપ કાયનો અને અંદર રહેલો આત્મ નો ઉદ્ધાર કરી લેવો જોયે.
એક દિન સાયજી સબકો બોલાવે,લેખા લેવે તલ તલકો.સાયજી..
ભાવાર્થ:-✍️ તો સાયાજી ના દરબારમાં સહુને હાજર થાવાનું છે. અને પૂછશે પહેલો પ્રશ્ન૧) ભાઈ આ કાયા ધારણ શા માટે કરી હતી ? તો શુ જવાબ આપશે.પ્રશ્ન ૨)મનુષ જન્મ લેતા પહેલા માતાના ઉદર મા સેનું વચન આપ્યું હતું ?
તો આવા અનેક સવાલના જવાબ અને લેખા લેશે તો. 
તો "કહેતા હૈ કરતા નહીં, મુહકા બડા લબાડ.
ક્યાં મુખ લેકે આયા હૈ સાહેબ કે દરબાર. આવા કડવા શબ્દો તો સાંભળવા પડશે પણ સાથે સાહેબના દરબાર માંથી ધક્કો મારી બારા કાઢી મુખશે. સારા કર્મ કર્યા હશે અને ઇશ્વર સમરણ નો જથ્થો સાથે હશે તો અખંડ સ્વરૂપ મા ભળવાનો અવસર પ્રદાન થશે.
કહત કબીર સુનો ભાઈ સાધુ,એક દિન વાસ જંગલકો. સાયજી

ભાવાર્થ:-✍️ કબીર સાહેબ સર્વે સાધક સંતોને કહે છે કે એક દિવસ વાસ જંગલ કો કેતા કે જંગલ એટલે અહીંયા એનો અર્થ મૃત્યુ છે જે જન્મ ધરે તેને સાથે મૃત્યુ જોડાયેલું હોયછે. અમર તો આતમો છે જે જીવ બની ને વિષયોની ફાંસી ખાધી તો પાછો એને મુક્તિ નો મળી. પણ એજ આત્મા એ વિષયો ને મહત્વ નો આપ્યું અને શિવ થઈને મુક્તિ પ્રાપ્ત કારીલીધી.
અહીં કબીરજી એમના બીજા એક વાણીની અંતમાં કહે છેકે
ચદરિયા જીણી જીણી, ધ્રુવ પ્રહલાદ સુદામા ને ઓઢી ચદરિયા અને સુખદેવે નિર્મળ કીની, પછી કહે છેકે દાસ કબીરે એવી ઓઢી કે જેવી ઓઢવા મળી હતી તેવીજ ને તેવી એટલે જરાય દાગ લાગવા નો ધીધો અને જ્યૂકી તયુ ધરી દીની આપી દીધી.. કાયા ચાદર છે એને કબીર સાહેબે કહેછે કે આ મૃત્યુ લોક મા પોતાનો દેહ પણ સાથે લઈને જતા રહ્યા. તો આવી કમાણિ કબીર સાહેબ કરી અને જગત ને સદુપદેશ આપી ગયા.


🙏પ્રાણમ સ્વીકારજો🙏
✍️હસમુખ મનુ બાબરીયા🌹🙏

🙏🌹જય કબીર સાહેબ🌹🙏🙏🌹જય જીવણ બાપા🌹🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો