Disable Copy Paste

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

🚩તોળી કહે નીંદક મારા મત મરો, મરો મારા પૂત પારકાના ઉજળા કરે પોતાના સર્જે ભૂત.🚩 Jesal Toral

🚩તોળી કહે નીંદક મારા મત મરો,મરો મારા પૂત પારકાના ઉજળા કરેપોતાના સર્જે ભૂત.🚩


✍️આ શબ્દો બહુજ રસ પ્રદ છે. સતી તોળાદે કહે છે કે નીંદક મારા નો મરો અને મરો તો મારા પૂત તો આમા નિદક નો અર્થ તો બધાને ખબર હશે. કે નિંદા કરવી એટલે બીજી વ્યકિત ના બારામાં જાણ્યા વગર તેનો દોષ કાઢવો. આ હુ લખુચુ એમા લખતા લખતા વિચાર આવે છે. કે આવા શબ્દ સંતો ક્યાંથી લાવતા હશે પણ મને લખતા લખતા વિચાર આવે છે. કે મોસમ હોય ત્યારે વાવણી કરિયે એટલે વાવણીમાં આપણે હું વાવવી એ વરસાદ આવતા પેલા નક્કી કરીએ ખેતર મા બીજ રોપાય એવું સાફ સુફ કરવું પડે. પછી ઢેફા ભાંગવા પડે પછી કળિયું હળ રાપ હાકીને ખેતર એકદમ સમતલ અને કૂણી મખમલ જેવું કરવું પડે, પશી સાહ પાડવો પડે સાથે ખાતર નાખવું પડે કે જમીન પણ ફળ દ્રુપ થાય તો ફાલ સારો આવે અને પછી એમાં જે બીજ લાવ્યા હોય એ બીજ આવા માખણ જેવા ખેતરમાં વાવવા પડે. જોકે વરસાદ વગર હાવ મહેનત નકામી અને પરમેશ્વર ની કૃપા થાય એટલે સારો વરસાદ પણ આવે અને વાવેલા બીજ ઉગવા માંડે અને આખું ખેતર લીલુંસમ થઈ જાય પણ આ ખેતરમાં સાથે સાથે નકામું ઘાસ પણ ઉગી જાય એ સ્વાભાવિક છે. પણ પ્રશ્ન એમ છે કે ખેતરમાં આપણે જીવન જરૂરિયાત બીજ વાવ્યા હતા. તો સાથે આ નકામું લીલું ક્યાંથી ઊગ્યું? અને જો સમયસર આ નકામું ઘાસ ને નીંદવામાં નો આવે તો કામનો જે છોડવો છે તેને પણ કુસંગ લાગવાથી સારો ફાલ આપી શકતું નથી. માટે તેને જેમ બને તેમ જલ્દી નીંદી નાખવું પડે તોજ વાવેલું બીજ સારું ઉગી શકે અને પૌષ્ટિક ફળ આપી શકે.
તેમ અહીં એવાજ ભાવથી સતી તોરલ કહે છે કે નીંદક એટલે મારા કુંભાવ જે સતગુરુ એ આપેલું અમર બીજ છે તેને ફળીભૂત કરવા આપણા આ દેહમાં સતનામ બીજ વાવ્યા પછી નીંદવું પડે. કારણ કે હારાની સાથે નઠારી વસ્તુ જોટો હોય પણ જો એ નઠારી વસ્તુને વધવાનો મોકો ન આપીએ તો સતનામ બીજ નુ વૃક્ષ ફાલી ફૂલી શકે. એટલે નીંદક કરનારા જો આપણને નો મળે તો આપણને આપણું સ્વરૂપ ભુલાય જાય અને જાણ પણનું જોર વધી જાય. માટે નિંદા કરનાર ને સદા આપણા મિત્ર માનવા કારણ એજ આપણને નિંદા કરી કરી આપણો કુંભાવ તો દર્શાવેછે અને સાથે હરપળ ભક્તિભાવ અવસ્થા મા રહેવા મદદ રૂપ થાય છે. જો નિંદા ના કરે તો આપણે કદાચ અભિમાન મોહ વિષયો મા પાછા અટવાઈ જાઈ કારણ નીંદક કરનારા નથી. જેમ બળદને પલોટવો હોય તો નાથ નાખવી પડે અને એને ધીરે ધીરે સિલે હાલતા શીખાડવું પડે તેમ આપણી સુરતા હરખી સિલે હાલે માટે આવા હોવા જોઈ. "પછી કહેછે મરો મારા પૂત" તો પૂત કેતા પુત્ર પણ કયો પુત્ર આપણા કરેલા કર્મ જે સારા પણ હોય અને પાપીલા પણ હોય તો જે વ્યક્તિ આપણી નિંદા કરી ને આપણા પાપ ને બાળવામાં મદદ કરે છે. તેને સતી તોળાદે પૂત કેતા પાપ મરો. એમ સમજાવવા માંગે છે અને કહે કે "પારકાના ઉજળા કરે" પારકો કોણ છે અભાગ્યો જીવ જે સધીર શેઠ જેવો જેણે સતિમાથે કુડી નજર કરી અને છતાંય જ્ઞાન અને સત્ય સમજાવી એને પણ સતિમાતા એ ઉજળો બનાવી દીધો અને એમને પણ ભક્તિ માર્ગે વાળી અમર તત્વ ના અધિકારી બનાવ્યા. "પોતાના સર્જે ભૂત" પારકાના ઉજળા અને પોતાના સર્જ્યા ભૂત તો પોતાનું શુ હતું પોતાનું એકજ હતું તે પોતાની ઈચ્છાઓ હતી તેને સતિમાતાયે સતશબ્દ ના સમકા આપીને બાળી નાખ્યા અને ભૂત સર્જ્યા કે એમણે જેસલ જાડેજા, સધીર શેઠ અને સાસથયા કાથી આવા ત્રણ મહાન આત્મા બનાવ્યા. જે અગાવના કર્મ આધારે ચોર્યાસી ના ફેરા ફરત. પણ સતિમાતા ના જ્ઞાન અજવાળે ત્રણેયને તારી લીધા અને પળમાં પીર બનાવ્યા. તો જેટલી આશા અભિલાષા બધી બાળીને સતિમાતા એ પારકાને ઉજળા બનાવ્યા.

🙏🌹જય સતી તોરલ માં🌹🙏 🙏🌹જય જીવણ બાપા🌹🙏🚩જય ગુરુદેવ🚩 🙏પ્રણામ સ્વીકારજો🙏✍️હસમુખ મનુ બાબરીયા🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો