Disable Copy Paste

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

🌷અંગુઠો મરડીને પિયુ ને જગાડીયા.🌷 Sant Savaram Bapa

🌷અંગુઠો મરડીને પિયુ ને જગાડીયા.🌷

સાવરામ બાપા પણ ક્યારે વર્ષો પહેલા આ નારી અને તેનો પિયુ વિષયમાં સુંદર વાણી બોલ્યા. પણ લોકો ને હજુપણ આ વાણીમાં રસ પડે છે અને વાણી નો મર્મ અને હેતુ જાણવાનો પ્રયત્ન કરે છે. કારણ મહાપુરુષો ના શબ્દો ચાર ધારી તલવાર સમાન છે કે જો આપણા તનમાં આ કટાર લાગી જાય તો જન્મ મરણ માંથી મુક્તિ મળી જાય અને અનેક જન્મોના કર્મ પણ બળી જાય પણ જો આ સાદાઅને સરળ શબ્દોનો મર્મ સમજે તો આવી અનેક વાણી અનેક સંતો કહી ગયા છે. અને એના બતાવેલા માર્ગ પર ચાલી ભવસાગર સંતોએ પાર પણ કર્યો છે.
હવે આ વાણી આપણે પુરી સમજયે એ પેલા ફક્ત વાણી નુ મુખડું સમજવું પડે તો આખીયે વાણી સમજણ પૂર્વક સમજી શકાય.
સવા બાપા કહે છે 
🌺અંગુઠો મરડી પિયુને જગાડીયા,
ગોરી તને કહે શેની આવે ઊંઘ,
આડુ જાય અવળું જાય,
નણંદ લે રહ્યું..🌺

હવે આજ શબ્દોમાં રહસ્ય સમાયેલું છે. અને આનું વિવરણ તો સવા બાપા જાણે આપણે તો આનો અર્થ અને ભાવાર્થ જાણવાનો પ્રયત્ન છે. સવા બાપા કહે અંગુઠો મરડવો અને પિયુ જગાડવા. તો સહુથી પેલા આ વાણી કોય વ્યવહારિક નથી જેથી તેનો વ્યવહારિક અર્થ કાઢવો એ મૂર્ખતા છે. આ વાની આધ્યાત્મ થી ભરપૂર છે જેથી આનો આધ્યાત્મકજ ભાવાર્થ કાઢી શકાય. અંગુઠો એટલે આપણો પ્રાણ જેને સંતો શ્વાસ ઉસવાસ, પછી દમ કદમ, પછી શિવ શક્તિ, ઇંગલા પિંગલા. ડાબું જમણું, ગંગા જમુના અને હંસ તરીકે જાણે છે તો જે નાદ બ્રહ્મ છે તે સુરતા રાણીના પિયુ છે. અને નાદ બ્રહ્નનો અંગુઠો પ્રાણછે તો આ પ્રાણ ને મરોડવું એટલે કે સંતોની ભાષામ શ્વાસને વાળવો અને ઉલ્ટાવવો તો પિયુ આપણા જાગે. આને સમજવા બીજા સંતોની વાણી નો આધાર પણ લેય શકાય જેમ રવિ સાહેબ કહી ગયા કે કોને બનાવ્યો આ પવન ચરખો એના ઘડનારાને પરખો કોણે બનાવ્યો પવન ચરખો. તો સહુ સંતો આ અંગુઠા રૂપ પવન ને વાળવાનું કહે છે તો ઘટમાં બેઠેલો શબ્દ રૂપ પિયુ જાગી જાય. એટલે એતો જાગેલાજ છે પણ આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય નવું નવું ઘર નવી બાઈને પહેલા અડચણ પડે પછી નવું ઘર તેની માટે મુક્તિ ધામ મા પરિવર્તિત થાય મુક્તિ ધામ મા પિયુજી વિરાજમાન છે.
હવે ગોરી એ સુરતા છે પણ પરણ્યા વગરની પરણેલી ગોરી કુંવારી ગોરીને આ ભલામણ કરે છે જોવ્યે તો નવી હોવ પરણીને આવે તો એની નણંદ હોય તે કુંવારી તો એને હું ખબર કે પીયૂનું સુખ સુ છે. જો એ પણ પરણી જાય તો પિયર્યું ભૂલી ને પિયુ ના ગુણ ગાવે કારણ પીયૂનું સુખ પરણેલીજ મણિ શકે અનેકુંવારી પિયર્યું વખાણે તો એવી સુરતાને માયાકેરી ગંભીર નિંદ્રા અને ઊંઘ આવેસે તેમાં તેને પિયુ ભુલાય છે માટે પરણેલી એની નણંદ ને કહે છે લે આ રહ્યું તુને માણવું હોય સુખ તો લે આ રહ્યું પણ ઊંઘ મા ભરેલી સુરતા જાગતી નથી એને વર્તી વારતી નથી અને ભ્રમનાઓમાં ભટક્યા કરે છે. તો સવા બાપા નુ આ સુંદર ભજન આખું જાણ્યે પણ પહેલા મુખડું જે છે તેને જોવું પડે પછી અનુ ભાવર્થ કાઢી શકાય.


🙏🌹જય સવા બાપા🌹🙏🙏🌹જય જીવણ બાપા🌹🙏
🙏🌹જય ગુરુદેવ🌹🙏
🙏પ્રમાણ સ્વીકારજો🙏
હસમુખ બાબરીયા🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો