Disable Copy Paste

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

હાલો હાલો કીડી બાઈની જાનમાં 🐜 Sant Bhoja Bhagat. Jalaram Bapa

Hasmukh Babaria

Image may contain: 1 person

હાલો હાલો કીડી બાઈની જાનમાં 🐜

કીડી ચોખા લે ચાલી, બીચમે મિલગઈ દાળ દો દો બાતા ના બને કાતો ચોખા લે કાતો દાળ.
જન્ ૧૭૮૫ ફતેપુર અથવા દેવકી ગલોળ, ગુજરાત, ભારત મૃત્ય ૧૮૫૦ વીરપુર, ગુજરાત, ભારત
વ્યવસાય ખેડૂત, સંત, કવિમાતા-પિતા કરસન સાવલિયા, ગંગાબાઇ સાવલિયા
ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦), જેઓ ભોજલ અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના હિંદુ સંત કવિ હતા.
ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા
વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે
૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.
ભોજા બાપાના ઘણા પદ અને ચાબખા કહ્યા છે જે જીવનમાં માણસ એને સમજે તો પણ પોતાના જીવનમાં ઘનુજ પરીવર્તન આવે અને એક સજન પુરુષ બની શકે પણ એમના ચાબખા ખાય તો જીવન પરીવર્તન થાય.
તેમનું આ એક સુંદર ભજન છે તેમની અનુભવ વાણી છે જે આમતો લોક દ્રષ્ટાંત પર આઘારિત છે પણ જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો આધ્યાત્મ થી પૂરી ભરેલી છે જે મે મારી સમજણ વડે ભાવાર્થ કાઢવાનો પ્રયત્ન કર્યોછે.

કીડી બિચારી કિડલી રે.
કીડી બિચારી કિડલી રે કિડીના લગનયા લેવાય.
પંખી પારેવડાને નોતર્યા,કિડીને આપ્યા સંમાન. હાલોને કીડી બાઈની જાનમાં...

મોરલે બાંધ્યો રૂડો માંડવો,ખજૂરો પીરસે ખારેક,
ભૂંડે ગાયા રૂડા ગીતડા,કે પોપટ પીરસે પકવાન. હાલોને કીડી બાઈની જાનમાં...

મકોડાને મોકલ્યો માળવે લેવા માળવ્યો ગોળ,
મકોડો કેડેથી પાતળો, ભાર ઉપડયો ન જાય.. હાલોને કીડી બાઈની જાનમાં...

મિનિ બાઈને મોકલ્યા ગામમા,નોતરવા કામ,
સામે મળ્યા બે કુતરા, મિનિ બાઈના કરડ્યા બે કાન.હાલોને કીડી બાઈની જાનમાં...

ઘોડલે બાંધ્યા પગે ઘૂઘરા રે,કાકિંડે બાંધીછે કટાર,
ઊટે બાંધ્યા ગળે ઢોલકા,ગધેડો ફૂકે શહણાઈ. હાલોને કીડી બાઈની જાનમાં...

ઉંદર મામા હાલયા રિહામણે, બેઠા દરયાને બેટ
દેડકો બેઠો બેઠો ડગમગે અરે મને કપડા પેરાવ. હાલોને કીડી બાઈની જાનમાં...

વાહદે ચડ્યો એક વાંદરો રે,જુવે જાનુની વાટ,
આજતો જાનને લૂટવી,કે લેવા સર્વેના પ્રાણ. હાલોને કીડી બાઈની જાનમાં...

કઈ કીડી અને કોની જાન,સંતો તમે કરજો વિચાર,
ભોજા ભગતની વિનંતી સમજો ચતુર સુજાણ. હાલોને કીડી બાઈની જાનમાં...

 ભાવાર્થ:- 




કીડી બિચારી કિડલી રે. ભજનનો ભાવાર્થ.
કીડી બિચારી કિડલી રે કિડીના લગનયા લેવાય.
પંખી પારેવડાને નોતર્યા,કિડીને આપ્યા સંમાન.

હાલોને કીડી બાઈની જાનમાં...
ભાવાર્થ:- કીડી આપણાં દેહમાં આ કીડી એટલે આપણી મન વર્તી જેને(મન-બુદ્ધિ-ચિત-અહંકાર)તથા સુરતા અને કૂવારી કહવામાં આવેછે મોહ મમતા થી ભરપૂર રહેછે. કારણકે કૂવારી કન્યા હોય એના માંગા ઘણા હોય પછી કૂવારી સ્ત્રી હોય એના ચિતમાં અનેક પ્રકારના વમળો ઉત્પન થતાં હોય છે. જે પળ પળમાં પોતાની વૃતિ બદલી નાખેચે તે ને ક્યાય ઠેરવાનું થતું નથી વિષયોમાં પોતાનું ભાન ભૂલીજાય છે અને રખડતી નારી સમાન ગણવામાં આવે છે જો એને સમય સર પરણાવવામાં નો આવે તો. તો આ કીડી આજીવન કૂવારી રહેવાથી પિયુનુ સુખ શુ છે તે સમજી સકતી નથી. કીડી ચોખા લે ચાલી, બીચમે મિલગઈ દાળ દો દો બાતા ના બને કાતો ચોખા લે કાતો દાળ.માટે કીડી ના લગનયા લેવાણા તો શબ્દ સાથે લગન લેવાણા અને ન્યા જીણી એવિ કીડી માથે આ બધાય અસવાર થઈ ગ્યા અને લગનમા મોકાનો ફાયદો ઉપાડવા ત્યારી થ્યા પણ ત્યાં જાનમાં જવાય પણ પિયુ હરે પરની નો શકાય પિયુ હરે તો કીડી સુરતા પરની શકે બાકીના બીજતો જાનૈયા કેવાય. જેને આપણે ટૂકમાં પંખી પારેવડા આપણાં સગા સંબંધી જે જાનમાં આવે અને પાછા પોત પોતાના સ્થાને જતાં રહે જેમ આંગણમાં ચણ ચણવા પંખી પારેવડા વગેરે પક્ષીઓ ચણ નાખીએ તો ગમે ત્યથી આવી પડે તેમજ પાછા ચણ ખાઈને પાછા ક્યાથી આવ્યા અને ક્યાં વ્યા જાય એ ખબર નો પડે.
 
મોરલે બાંધ્યો રૂડો માંડવો,ખજૂરો પીરસે ખારેક,
ભૂંડે ગાયા રૂડા ગીતડા,કે પોપટ પીરસે પકવાન. 
હાલોને કીડી બાઈની જાનમાં...

ભાવાર્થ;- મોરલો એટલે મનની સાથે સંકળાયેલો વિવેક જે આવા કામમાં વ્યવસ્થાપક બનીને કામ બજાવતા હોય છે. અને આમ બીજા અર્થમાં સંત રવિસાહેબ આપણાં આ પાછ તત્વને મળીને આપણો આ દેહ છે તેને માંડવો કહેચે કે સહેલી મારો પાછ રે તત્વનો માંડવો. અને આવા વિવેક જેવા ભાઈ હોય તો વળવા સાથે આવી શકે અને કામ પાર પાડે. ખજૂરો આપણો ગુણ જે ગુણ ના કારણે જાનમાં આવેલા મહેમાનોને ખારેક આપી સહુના મોઢા મીઠા કરાવે જેથી સહુ સારા શબ્દોનો પ્રયોગ કરે જેમકે આશીર્વાદ પ્રાપ્ત થાય. માટે ખારેક ખમયાની વેચવી પડે. પોપટ પીરસે પકવાન જે સારું સારું બોલીને જમણવાર પીરસે છે બોલી વાપરી આપણાં વિરોધીયોને મનાવવા પાડે જેથી
આપણું કામ સફળ થાઈ. ભૂંડ એટલે આપણાં કર્મો જે સારા હોય તો સારા ગીત ગાય નહિતર.
 
મકોડાને મોકલ્યો માળવે લેવા મળવ્યો ગોળ,
મકોડો કેડેથી પાતળો, ભાર ઉપડયો ન જાય.. 

હાલોને કીડી બાઈની જાનમાં...
ભાવાર્થ:- મકોડો એટલે આપણો મોહ જે વિષયોના રસ માં પોતાનું અસ્તિત્વ ગુમાવી ડે છે અને મૃત્યના મો માં જતો રહેચે આવા મોહથી છોડાવવા માટે આપણે સાચા સતગુરુની જરૂર પાડે છે. મોહ તો અંતમાં તેને કઈ કામ આવતો નથી અને અને જેના થી તે મોહ કરે છે તેજ તેનું મૃત્યુનું કારણ બને છે. જેમ રાજા દશરથ ના મૃત્યુનું કારણ શ્રાપ હતો પણ શ્રાપ એમ હતોકે પુત્ર મોહ માં તારા પ્રાણ જશે જે પુત્ર વિયોગ તને ભોગવવો પડશે અને એજ મોહ તારો જીવ લેશે. તો મકોડો હતો અને ગોળ લેવા મોકલ્યો પણ મકોડો કેવો- અહિયાં એક વાત છે કે ગોળ કોય દિવસ મકોડા પાસે જાતો નથી પણ માકોડનો સ્વાદ રૂપી મોહ એને ગોળ પાસે ઘસડી લાવે છે અને એનું મૃત્યુનું કારણ સ્વાદ રૂપ ગોળ બને છે જોવો કેમ ગોળનો ડબ્બો હોય તેમાં ઘડી ધડી ગોળ લેવા હાથ નાખવી તો ગોળના વચલા ભાગમાં ગોળ લપસણો, શિકણો અને ઓગળેલોબની જાયછે અને ગોળની આજુ બાજુ ગોળ સૂકો અને સ્વચ હોય છે જ્યાં માયારૂપ હાથ આડે એટલે શિકાસ પેદા થાય પછી જો મકોડો કોરથી ગોળ ખાઈને જાતો રે તો જીવી જાય પણ એને મીઠપનો સ્વાદ એને ઊંડાણ વાળા ભાગમાં લઇજયચે ટૂકમાં મોહ છૂતતો નથી અને શિકના ભાગ સુધી પોહચી જાય અને ત્યાં એના પાંગલા પગ ખુતી જાય એટલે પાછા બારા નો કાઢી અકે અને જે ગોળની કણી મોઢાથી પકડી હોય અને પછી બાર નીકળવાનું જોર કરે તો માકોડાની કડ ભાંગી જાય અને અંતે તેનું મૃત્યુ થાય પણ મોઢાનો કણ છોડતો નથી મોહ એના પ્રાણ હરે છે.
 
મિનિ બાઈને મોકલ્યા ગામમા,નોતરવા ગામ,
સામે મળ્યા બે કુતરા, મિનિ બાઈના કરડ્યા બે કાન.

હાલોને કીડી બાઈની જાનમાં...
ભાવાર્થ;- આપણાં આંતરિક વસતિ બુધ્ધિ ને મિનિ બાઈ કહિશકાય કારણ બુદ્ધિ હોય તો કોઈને આપણે લગ્નમાં આવવા આમંત્રણ આપી શકયે અથવા મિનિ બાઈ ને લૂચ્છી પણ કેવાય કે એને બધામાં મો મારવું સારું લાગે જો રસોડામાં મીંદડી કોય ખુલ્લુ વાસણ ભાળી જાય અને એમાં ગમે તે જમવાનું હોય તો એ એમાં મો માર્યા વગર નહીં રહે એને એના સ્વાદ ચાખ્યા પછી જ એને સારું લાગશે તેવી આપની આશા જે છે તે બિલાડી જેવી છે પછી તે પુરીથાય તોય ભલે નો થાઈ તોય ભલે પણ એની આશા મટતી નથી એમાં આવા સારા કામમા કબુદ્ધિ કુતરા સામા મળે જેમ કૂતરો વાસનાનો ભરેલો હોય છે અને બીજો ક્રોધથી ભરેલો એટલે આપણો વારો કાઢવાના તો આવા માણસોથી પહેલાથીજ ચેતીને રાહવું અને આપણું કામ સફળ કરવું.
  
ઘોડલે બાંધ્યા પગે ઘૂઘરા રે,કાકીદે બાંધીછે કટાર,
ઊટે બાંધ્યા ગળે ઢોલકા,ગધેડો ફૂકે શહણાઈ.

હાલોને કીડી બાઈની જાનમાં...
ભાવાર્થ: ઘોડો આપણું મન જે ઘૂઘરા આપણાં વમળો જે અસ્થિર અવસ્થામાં છે ઘૂઘરા બાંધી તાતા થઈયા નાસવા માંડે છે જે સુખ એને મળ્યું નથી અને એ સુખને યાદ કરી એના મોમાં લાળ સુટે છે. અને કાકીડો દો રંગો એને કટાર એટલે પોતાની ખામી જે સહુને દેખાય છે પણ તે સમજે છે કે મારી ઉણપ કોય જાણતું નથી એતો સાચું છેને કાકીડો રંગ બદલે તો પોતે પોતાનું રંગ બદલું રૂપ જોય સકતો નથી અને જો એનું આવું દોરંગા રૂપનું ભાન થઇજાય તો બીજી વાર કોય દિ રંગ નો બદલે કટાર બાંધી આપણો સ્વભાવ જે ઘડીકમાં સ્વભાવ ખુશ હોય તો ઘડીકમાં ગુસ્સામા તો ઘડીકમાં કાયનું કાય તો આવા કાકિડાએ કટાર બાંધી તે કાય કામની નઇ જે પોતાનો સ્વભાવ નો તજી સકે તો કટાર બાંધીને હું કામનું. ઊટ જે છે તે પોતાનાજ વખાણ કર્યા કરે જેમ ઊટ એમ સમજે મારાથી ઊચું કોય નથી પણ જ્યારે તે કોય પર્વત ને ભાળી જાય એટલે તેને પોતાની ખામી દેખાય ત્યાર લાગી ઢોલ વગાડી વગાડી પોતાનુજ ગુણ બધાને સાંભળવતો હોય છે. અને પોતાની વાત જોર જોરથી બીજાને સંભળાવે પોતાનાજ વખાણ કર્યા કરે આવા ને સંતો ઊટ જેવા કહે છે. ગધેડો હોય તેને આપણે ગંગા માં સ્નાન કરવા લઇજવી અને એને સારા સાબુતી નવડાવી ને ચોખ્ખો દૂધ જેવો કર્યે પણ એ શણ ભર સાફ રહે અંતમાં તો આપણું ધ્યાન હટે એટલે કાદવમાં ગલોટયા મારવા માંડે અને નાવડવ્યો અને દૂધ જેવો બનાવ્યો પણ ગધેડો એનો મર્મ નો જાણ્યો માટે ગધેડા સમાન આપણે કોઈના બીજાના અવગુણ અને એના પ્રત્યે ઈર્ષા વ્યક્ત કરીયે અને જટ બીજાની ચાડી કરવા આપણે કાન ફૂકવા મંડયે એટલે એને ગધેડા જેવા કહેવામા આવે છે જે પોતાના અવગુણ જોતો નથી અને બીજાના શરણાઈ ફુકિ ફુકિ કાન ભરે છે. 
 
ઉંદર મામા હાલયા રિહામણે, બેઠા દરયાને બેટ
દેડકો બેઠો બેઠો ડગમગે અરે મને કપડા પેરાવ. 

હાલોને કીડી બાઈની જાનમાં..
ભાવાર્થ:- આપણાં આંતરિક દેહમાં વસતો અજ્ઞાની જીવ પોતે આમતો શિવજ છે પણ વિષયોના આવરનથી મૂળ માં સુ છે તે આંકી શકતો નથી માયા રૂપી ભવસાગર એમાં અજ્ઞાની જીવ છે. ક્રોધ એ ઉંદર સમાન છે જો આ ક્રોધને આપણે પહેલાથીજ માનવીને રાખયે તો આપણું મંગળમય કામ થઇજાય પણ જો અને શાંત નો રાખયે તો મંગળ કામ અમંગલ થઇજાય એટલે એને રિહાવા નો દેવાય અને જે મને એને માનવી લેવાય અથવા આવા ઉંદર જેવા જે પડતાં મુકાય. દેડકો આપણો અંદરનો આનદ હર્ષ ઉલાસ જેને આપણે ટૂકમાં કહીયે તો વૃદ્ધ જીવો જે બીજા કામમા દખલ નો કરે પણ આપણું આવું શુભ કામ હોય ત્યારેજ રિહય અને જેવા એને કપડા પેરાવિદેવી એટલે હવથી મોર થઈને આગળ આવી જાય . 
 
વાહડે ચડ્યો એક વાંદરો રે,જુવે જાનુની વાટ,
આજતો જાનને લૂટવી,કે લેવા સર્વેના પ્રાણ...

હાલોને કીડી બાઈની જાનમાં...
ભાવાર્થ:- વાંદરો એક પ્રકારનું વિઘન છે. એક સંતે સરસ સાખી કહી છે કે
"ઘડી પળની ખબર નથી, કરે કાળકી કી બાત
જીવન ઉપર જમડા ફરે જેમ તેતર માથે બાજ" 
તો આવા કાળ આપડા માથે ફરી રહ્યો છે અને આ પાચ તત્વ પચીસ પ્રકૃતિ પછી દસ ઇન્દ્રિયો આ બધાને લૂટવા મૃત્યુ નામનો વાંદરો વાહડે ચડીને આપની વાટ જોય છે. પણ જો જાનને લૂટવા નો દેવી હોય તો સતગુરુ ને સાથે રાખજો જે આપની આ કયા ને ઊગારવા અને હેમ બનવા એક પારસ મણિ આપે છે તેનાથી આ કાયને સુરક્ષિત કરી લેવી વિઘન નો આવે માટે આને આંતરિક અહંકાર છે જો આવા સમયે અહંકારનો ત્યાગ કરવો પડે અને પછી તીજ કરીને આદરવું પડે જો અહંકારથી આપણે આપણાં પિયુંજીને નો માણી શકાય જ્યાં ફક્ત પ્રેમ હોય તોજ આ મિલન થાય નહિતર અહંકાર નામનો વાંદરો બધુજ કરેલું રોલી નાખે આને આપણે કાળ પણ કહી શકાય આ વાંદરો બધાને પ્રાણ લેવા તૈયાર છે પણ જો સુરતા નો કાઇ કરીશકે કારણ તે ને અહિયાં એકલા આ અનુભવ લેવાનો છે ત્યાં જાનયાનું કાઇ કામ નથી પિયુ સાથે ફક્ત સુરતા પરની શકે પણ આ બધા જાનમાં આવે પણ અનુભવ સુરતા કરી શકે બાકી બધા નું ન્યા કામ નથી.

કઈ કીડી અને કોની જાન,સંતો તમે કરજો વિચાર,
ભોજા ભગતની વિનંતી સમજો ચતુર સુજાણ. 
હાલોને કીડી બાઈની જાનમાં...

કીડી તો આપણી સુરતા છે અને શબ્દ સાથે એને પરણવાનું છે સંતો વિચાર કરજો અને ભોજા બાપા સહુને આ વાણી ઉપર સમજવા કહે છે. અને સજન પુરુષને પણ વિનંતી કરે છે.
 


🙏પ્રમાણ સ્વીકારજો🙏
હસમુખ બાબરીયા🙏

.🙏🌹જય ભોજા બાપા🌹🙏
🙏🌹જય જીવણ બાપા 🌹🙏

🙏🌹જય ગુરુદેવ🌹🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો