Disable Copy Paste

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

ઉત્તમ કુળના ભરોસે રહીશમાં Sant Dayanand saheb


ઉત્તમ કુળના ભરોસે રહીશમાં Sant Dayanand saheb



ઉત્તમ કુળના ભરોસે રહીશમાં,
----------------------------------------
બ્રહ્મ ચીને સો બ્રહમણા,
સાધના કરે સો સંત,
સંકલ્પ વિકલ્પ તજે એ સન્યાસી,
મનડું મારે ઇ મહંત...
-------------------------------------------
ઉત્તમ કુળના ભરોસે રહીશમાં,
નીચ જાણીને કોઈને નીચ કહીશમાં.(ટેક)
રાક્ષસ કુળમાં પ્રહલાદ જનમીયા,
રાક્ષસ ઘરે જાનમ્યા એને રાક્ષસ કહીશમાં. ઉત્તમ કુળના...
બ્રાહ્મણ કુળમાં રાવણ જન્મયા,
બ્રહ્મા ઘરે જન્મયા તો એને બ્રહ્મા કહીશમાં. ઉત્તમ કુળના...
સાતરે સમુંદરમા ચૌદ રતન છે,
ચૌદ રતનને સરખા ગણીશમાં. ઉત્તમ કુળના...
અમૃત પાનારને દુનિયા ગણે છે,
ભરોસાની ભેંસ કોકદી પાડો જણે છે. ઉત્તમ કુળના...
સત અનુભવથી દયાનંદ ભણે છે,
ભરોસાની ભક્તિને મુક્તિ મળે છે. ઉત્તમ કુળના...
ભાવાર્થ
------
ઉત્તમ કુળના ભરોસે રહીશમાં,
નીચ જાણીને કોઈને નીચ કહીશમાં.(ટેક)
ભાવાર્થ:- આવી પ્રથા લગભગ ભારત દેશમાં છે.બીજા દેશમાં આવી પ્રથા નથી. પણ બે વર્ગ છે. ૧) એક ગરીબ વર્ગ, ૨) બીજો અમિર વર્ગ આવુ બીજા દેશમાં છે જોકે આવું પણ નો હોવું જોયે સમાનતા એટલે સમાનતા. પણ ભારત દેશમાં તો હદ થઈ ગઈ છે. માણસ માણસ થી અભડાય કેવું વિચિત્ર છે. ઉત્તમ પોતાની જાતને માને છે એ ખોટું છે મનુષ્ય જાતિ વર્ણ થી ઓળખાવો એ યોગ્ય નથી. કારણ વર્ણ આવુ કાક હોત તો ભગવાન બ્રાહ્મણને પહેલેથીજ વૈદ શાત્ર અને બ્રહ્મ જ્ઞાન એને જન્મતાજ સાથે કેમ ન મોકલ્યું? અહીં પૃથ્વી ઉપર જન્મ લઈ ને પછી બધુ શીખવું કેમ પડ્યું હશે.
=====================≠============
રાક્ષસ કુળમાં પ્રહલાદ જનમીયા,
રાક્ષસ ઘરે જનમ્યા એને રાક્ષસ કહીશમાં. ઉત્તમ કુળના...
ભાવાર્થ:- સાચુને હરણાંકન્સ રાક્ષસ હતો તેણેે આખી પૃથ્વીલોક ઉપર કોપ કરીનાખ્યો હતો.પોતાને ભગવાન મનાવતો હતો જો કોય એનો વિરોધ કરે કે અન્ય બીજા ભગવાનનું નામ એના રાજમાં લેવાણુ તો એનું મૃત્યુ ક્રુરતાથી કરી નાખતો આવા ક્રૂર રાક્ષસ ના ઘરે મહાન ભક્ત પ્રહલાદ જન્મયા અને અંતમા પ્રહલાદ માટે ભગવાન વિષ્ણુએ નરસંગ 🦁અવતાર લીધો અને હરણાંકન્સ ને નોર વધારીને એનો વધ કરીનાખ્યો અને ભક્ત પ્રહલાદને ઉગારી લીધા. તો પ્રહલાદને આપણે રાક્ષસ નો કહી શકીએ. એને ભક્ત પ્રહલાદ કેવાય રાક્ષસ કુળમાં જન્મ લીધો પણ ભક્તિ કરીને મહાન સંત બની ગયા.
===================================
બ્રાહ્મણ કુળમાં રાવણ જન્મયા,
બ્રહ્મા ઘરે જન્મયા તો એને બ્રહ્મા કહીશમાં. ઉત્તમ કુળના...
ભાવાર્થ:- રાવણ ના પિતાશ્રી બ્રાહ્મણ હતા તે બહુ વિદ્વાન અને માનેતા હતા એમની નામના આદર ભાવથી લેવાતી પણ રાવણના કમ નસીબ. રાવણ પણ શંકર ભગવાનના પરમ ભક્ત હતા બ્રહ્માજી ને કાઈ કામ આદરવું હોય તો રાવણને પૂછવા જાવું પડે. વિધાતાને કોઈના લેખ લખવા હોયતો રાવણને પુંસવું પડે. નવ ગ્રહ રાવણે ઢોલયે બાંધેલા હતા. ગણેશજી એના પશુ ધનને ચરાવવા લઈજાતા. મહાદેવ ભંડારમાં રેતા. વાયુ દેવ વાસીનદા કરતા આવી અનેક ઉપલબ્ધી રાવણ ધરાવતો અને અંતમાં નો કરવાનું કરી બેઠો. એકતો સ્ત્રીનું હરણ કર્યું બીજું ત્રણ લોકમાં રાજ કરવાનું કર્યું અને સાધુ વેહે સીતા માતાને હરણ કરી ગયો. પરિણામે રાક્ષસ કેવાણો. સતગુણ થી સજન બને, ભણ્યા તણો નહીં ભાવ.
મહિમા ઘટ્યો સમુદ્રાકો, રાવણ વસ્યો પડોસ.
તો આવો રાવણ હતો છતાંય રાક્ષસ કહેવાણો. તો બ્રહ્મા ઘરે જન્મ તો બ્રહ્મા નો થઈ અકાય કર્મ રાક્ષસના તો રાક્ષસ કેવાય.
==================================
સાતરે સમુંદરમા ચૌદ રતન છે,
ચૌદ રતનને સરખા ગણીશમાં. ઉત્તમ કુળના...
ભાવાર્થ:- ચૌદ રતન છે તો દરેક રતનનું ગુણ અલગ અલગ છે. તો એને એક સરખા નો કેવાય. કારણ દરેક રત્નની મહિમા અલગ અલગ છે.
=================================
અમૃત પાનારને દુનિયા ગણે છે,
ભરોસાની ભેંસ કોકદી પાડો જણે છે. ઉત્તમ કુળના...
ભાવાર્થ:-  અમૃત મંથન માંથી નીકળ્યું તો દેવો અને દાનવો વસે બોવ ખેસ તાણ થઈ વિષ્ણુ ભગવાન મોહની રૂપ ધરી દેવોને બધું અમૃત પીવડાવી દીધું. અને રાક્ષસોને નો પીવડાવ્યું દેવોને અમર કરી દીધા એટલે દેવોને પૂજેચે અને લોકો એનો આદર કરે છે ભરોસે રહીને પણ ઇન્દ્ર નું ઉદાહરણ લ્યો તો ગૌતમ ઋષિ ના ધરમાં હાથ નાખી કુકર્મ કર્યું તો દુનિયા તોય ઇન્દ્ર દેવ ની નામના જંખે સે. માટે ભરોસાની ભેંસ હોય કે પાડી આવશે એવું ધાર્યું હોય પણ પાડો આવીને ઉભો રહે તો. માટે
=================================
સત અનુભવથી દયાનંદ ભણે છે,
ભરોસાની ભક્તિને મુક્તિ મળે છે. ઉત્તમ કુળના...
ભાવાર્થ:- દયાનંદ સાહેબ કહેછેકે મારા અનુભવથી સત્ય કહું સુુ ભરોસો કરો તો સતગુરુ શબ્દ નો કરજો અને એ શબ્દ ની ભક્તિ કરજો તોજ મુક્તિ મળશે કારણ શબ્દ પદ મા કોય ની સત્તા નથી કે ગુરુના બાળકને શેત્રી જાય કે હાનિ પોહચડી શકે એવી કોય સંભાવનાજ નથી માટે ભરોસાની ભક્તિને મુક્તિ મળે છે. વિશ્વાસે હરિ મિલે અને લોહાભી કંચન હોય..






🙏🌹જય દયાનંદ સાહેબ🌹🙏
🙏🌹જય જીવણ બાપા🌹🙏

🙏🌹જય ગુરુદેવ🌹🙏 
🙏પ્રણામ સ્વીકારજો🙏
,હસમુખ બાબરીયા🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો