Disable Copy Paste

શનિવાર, 6 ઑક્ટોબર, 2018

🏃‍♂️અજ્ઞાની જીવ ચોર્યાસી ભોગવે છે. Dasi Jivan Saheb

🏃‍♂️અજ્ઞાની જીવ ચોર્યાસી ભોગવે છે.
✍️એક વખત એક વટે માર્ગુ🚶 જંગલમાંથી પસાર થતો હતો અંધારી રાત હતી અને અચાનક ભ્રમ નો જંગલનો રાજા સિંહ🦁 આવ્યો અને તે મનુષ્ય સિંહથી બચવા માટે મુઠયું વાળીને ભાગવા🏃🏃 મંડ્યો પણ કમનસીબે એ એક સૂકો ઊંડો કુવા મા પડવાનો હતો પણ પડતા વખતે તેનું ધ્યાન કુવાની બાજુમાં ઊભેલું વૃક્ષની🌳🏃 ઉપર નજર ગઈ અને એણે તેના વિશ્વાસે કૂદકો મારી દીધો🏃 અને એણે વૃક્ષ ની ડાળ મજબૂત થી પકડી લીધી. અને પોતે સમજતો હતો કે હવે હુ બચીગાયો🤗😍 પણ ત્યા પણ એની પાછળ મૃત્યુ🎃ભય તો આવ્યું જંગલનો સિંહ તો જતો રહ્યો પણ મનુષ બીજી બાજુ હલવાણો હવે જે જાડવે ડાળીએ ટીંગાણો હતો તેજ ડાળીએ બે ઉંદર🐁 🐀આવી પડ્યા અને ડાળને કોતરવા મંડ્યા🐭 તો ઓલો વધુ ભયભીત થયો કારણ નીચે ઊંડો કૂવો હતો અને કુવામાં પાંચ સર્પ🐍🐍🐍🐍🐍 હતા ઝેરીલા. એવું ભય જોય ને ભાઈ ફફડી ગયો અને ભગવાન🕉️🙏 ને બોલાવવા મંડ્યો મને બચાવો🙏😲 આમાંથી મને બચાવો અને ત્યાંથી ભગવાન તેમનો મોક્ષ રૂપ રથ🚩⛑️ સાથે લેતા આવ્યા અને અને કહ્યું કે ભાઈ આવિજા અને આ મોક્ષ રથ🎠✈️ મા બેસી જા ભગવાને હાથ લંબાવ્યો🤝 અને બચાવવા પણ ત્યારે અચાનક એક હાથી🐘 આવ્યો અને એ વૃક્ષ ને થડે🌳 વળગ્યો અને એને હલાવવા મંડ્યો પછી વૃક્ષ ની ડાળીએ મધપુડો🍯 હતો તે પણ હલવા લાગ્યો અને એમાંથી મધ ઢોળાવવા લાગ્યું અને ડાળીમાંથી એ ભાઈના માથે મધ ટપકવા લાગ્યુ પછી એ એના ગાલસુધી પોહચ્યું અને એણે જીભ લાંબી કરી ચાટવા😋 લાગ્યો તો અને એ મધનો રસ અમૃત સમાન મીઠો લાગ્યો અને એ રસની લાલચમાં પોતે મોતના મુખ પાસે ઉભો છે💀 ભયભીત☠️ છે તે સર્વે ભૂલીને રસ ચાખવામાં વિસરી ગયો અને ભગવાન તેને હાથ લંબાવતા હતા તેપણ ભૂલીને મધનો રસ ચાખવા મંડ્યો😋. તાતો ઉંદરે દાળ ખોતરી નાખી અને ઊંડા કુવામાં ખાબક્યો પછી ઓલા સર્પ અને ઝેર ચડાવી ચોર્યાસીમાં ઊંડો ઉતારી દીધો🛌 અને આવેલો અવસર ગુમાવી બેઠો.
અને એની અજ્ઞાન અવસ્થાને કારણે પોતે પરમેશ્વર એને બચાવી નો શક્ય અંત બોવ ભોગવવું પડ્યું. હવે અવસર આવે તેની શુ ખાતરી.
હવે આપણે આ ચિત્ર સમજવું જોયે કે
૧- સંસારનું સુખ મધપૂડો છે.
૨-🐀🐁 કાળો અને ધોળો ઉંદર દિવસ અને રાત છે.
૩-🌳વૃક્ષ આપણી કાયા છે.
૪-🐘આપણો અભિમાન જે હંમેશા આપણને પરાજિત કરવા આતુર છે.
૫-🚩🊭🕉️ભગવાનનો રથ એ જ્ઞાન છે અને જ્ઞાન ના આધારે સત નામ પ્રાપ્ત થાય જે સાચા સતગુરુ શિવાય મળતું નથી તે રથ મોક્ષ અપાવે છે.
૬-માયાનો સ્વાદ એ મધપૂડામાંથી ટપકતું મધ છે.
૭-🌳જે વૃક્ષની ડાળી છે તે આપણી જીવન દોરી છે. જેને શ્વાસ ઉસવાસ કહેવાય.
૮-☠️જે અંધકારથી ભરેલો ઊંડો કૂવો તે ચોર્યાસી ની ખાણી છે.
૯-🐍સર્પ (૧)કામ એપણ અધોગતિ છે. (૨)ક્રોધ સ્વયંનો વિનાશ કરાવે છે.(૩)મોહ સત્યથી વંચિત રાખે છે (૪)નિંદા પરાઈ સ્વયંનું નુગરા પણું દર્શાવે છે.(૫)લોભ મનુષ્યને દુષ્કર્મઓ તરફ વાળે છે. તો આવા પાંચ સર્પ કુંડળી મારી દંશ દેવા બેઠા છે.
૧૦-સંસાર જંગલ છે.
૧૧-કાળી રાત એ અજ્ઞાનતા નુ પ્રતીક છે.
-------------------–-------------------------------------

🙏🌹પ્રણામ સ્વીકારજો🌹🙏
✍️હસમુખ મનુ બાબરીયા🙏

🙏🌹જય જીવણ બાપા🌹🙏🌹જય ગુરુદેવ🌹

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો